For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલ્હાબાદમાં આરક્ષણના નામે તોડફોડ, બે બસો સળગાવી

|
Google Oneindia Gujarati News

અલ્હાબાદ, 16 જુલાઇઃ ઉત્તર પ્રદેશની સંગમ નગરી હંગામા અને તોફાનોમાં પરિવર્તિત થઇ ગઇ, જ્યારે વિદ્યાર્થીઓએ શહેરમાં તોડફોડ કરવાનું શરુ કરી દીધું. સરકારી નોકરીઓમાં આરક્ષણનો વિરોધ કરવા ઉતરેલા વિદ્યાર્થીઓનો ગુસ્સો સરકારી બસો પર ઉતર્યો.

ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ બે બસોનો સળગાવી દીધી અને કેટલીક ગાડીઓના કાંચ તોડી નાંખવામાં આવ્યા. આ તમામ વિદ્યાર્થીઓનું માનવું હતું કે અખિલેશ યાદવની સરકાર સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ સાથે ખોટું કરી રહી છે.

સરકારી નોકરીમાં આરક્ષણ આપવાથી નારાજ આ વિદ્યાર્થીઓએ શહેરમાં હંગામો અને તોડફોડ કરી. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ અનેક સરકારી બસોમાં આગ લગાડી હોવાના પણ અહેવાલ છે.

વિદ્યાર્થીઓનો આરોપ હતો કે પ્રદેશમાં સરકારી નોકરી માત્ર એક જ જાતિના લોકોને મળી રહી છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશ લોકસેવા પંચે આરક્ષિત વર્ગના વિદ્યાર્થીઓ માટે અનારક્ષિત વિદ્યાર્થીની બેઠક લેવાના પ્રાવધાનને માન્ય કરી દીધું.

સરકારે આ નિર્ણયથી સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ નારાજ છે. તે સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. યુપીપીએસસીના આ નિર્ણયને અલ્હબાદ હાઇકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો, પરંતુ વિદ્યાર્થીઓ તેના પર પોતાની રીતે વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓનો હંગામો વધ્યા બાદ પોલીસે તેમને રોકવાના પ્રયત્નો કર્યાં છે. આકરી મહેનત બાદ પ્રશાસન વિદ્યાર્થીઓને શાંત કરી શક્યાં છે.

પ્રદર્શનકારીઓએ બસો સળગાવી

પ્રદર્શનકારીઓએ બસો સળગાવી

આરક્ષણને લઇને વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ બસો સળગાવી

વાહનોમાં તોડફોડ

વાહનોમાં તોડફોડ

નારાજ વિદ્યાર્થીઓએ વાહનોમાં તોડફોડ કરી હતી.

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ

ઉત્તર પ્રદેશમાં સરકારી નોકરીમાં આરક્ષણને લઇને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

English summary
Violence broke out in Allahabad during a protest against new reservation policy by the Uttar Pradesh Public Service Commission as youths went on a rampage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X