For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી દિલ્હી AIIMSમાં કોરોના વાયરસની વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરૂ થશે

આજથી દિલ્હી AIIMSમાં કોરોના વાયરસની વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરૂ થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે દુનિયાભરના ડૉક્ટર સતત શોધમાં લાગ્યા છે. આ મહામારીના ઇલાજ માટે દવા તૈયાર કરવા અને વેક્સીન તૈયાર કરવા માટે અલગ અલગ દેશોમાં ડઝનેક શોધ ચાલી રહી છે. ભારત પણ આ દિશામાં સતત કામ કરી રહ્યું છે. આ કડીમાં જ એમ્સ દિલ્હી આજથી કોરોના વાયરસની વેક્સીન કોવાક્સિનનું હ્યૂમન ટ્રાયલ શરૂ કરશે. કોવાક્સિનના હ્યૂમન ટ્રાયલ માટે એમ્સની એથિક્સ કમિટીએ શનિવારે પોતાની મંજૂરી આપી દીધી હતી. જે બાદ આજતી તેનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે.

12 સેન્ટર પર ચાલી રહ્યું છે પરીક્ષણ

12 સેન્ટર પર ચાલી રહ્યું છે પરીક્ષણ

જાણકારી મુજબ એથિક્સ કમિટીથી અનુમતિ મળવાના માત્ર 10 કલાકમાં જ 1000 લોકોએ હ્યૂમન ટ્રાયલ માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લીધું હતું. જણાવી દઇએ કે હાલ આ હ્યૂમન ટ્રાયલ માટે માત્ર દિલ્હી અને એનસીઆરમાં રહેતા લોકોને જ અનુમતિ આપવામાં આવી છે. વેક્સીનને ઇ 12 સેન્ટર બનાવવામાં આવ્યા છે, જ્યાં તેનું પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે, કેમ કે આ પરીક્ષણની મંજૂરી તેમને પહેલેથી જ મળી ગઇ હતી.

18-55 વર્ષના લોકો રજિસ્ટ્રેશન કરાવી શકે છે

18-55 વર્ષના લોકો રજિસ્ટ્રેશન કરાવી શકે છે

એમ્સમાં સેન્ટર ફૉર કોમ્યુનિટી મેડિસિનમાં પ્રોફેસર ડૉક્ટર સંજય રાયે જણાવ્યું કે સોમારથી હોસ્પિટલ સ્વાસ્થ્ય લોકોનું રજિસ્ટ્રેશન શરૂ કરશે. આજે અમે એમ્સના સ્વદેશી કોવાક્સિન રસીને એથિક્સ કમિટીથી હ્યૂમન ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી ગઇ છે. સોમવારથી અમે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ. અમે સ્વાસ્થ્ય લોકોની પસંદગી કરશું જેમા કોરોનાનો કોઇ ઇતિહાસ નથી. આ શોધમાં 18થી 55 વર્ષના લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે.

તમે પણ રજિસ્ટ્રેશન કરાવી શકશો

તમે પણ રજિસ્ટ્રેશન કરાવી શકશો

ડૉક્ટરે જણાવ્યું કે જે કોઇપણ સ્વસ્થ વ્યક્તિ આ ટ્રાયલમાં ભાગ લેવા માંગે છે તેઓ પોતાની અરજી ઇમેલ દ્વારા મોકલી શકે છે. તેને [email protected] પર મેલ કરવો પડશે અથવા તો 7438847499 પર મેસેજ કે ફોન પણ કરી શકે છે. આ ટ્રયલના પહેલા અને બીજા તબક્કામાં 100 લોકોને સામેલ કરવામાં આવશે. અમે પહેલેથી જ કેટલાક લોકોનું રજિસ્ટ્રેશન કરી લીધું છે, જેમણે આમાં ભાગ લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સોમવારે અમારી ટીમ આ લોકોના સ્વાસ્થ્યનું પરીક્ષણ શરૂ કરશે, જે બાદ તેમની આ રસી આપવામાં આવશે. આ ટ્રાયલ 12 જગ્યાએ કરાશે. આ ટ્રાયલને પટના એમ્સમાં શરૂ કરી દેવામાં આવ્યું છે.

રાજસ્થાનના રાજકીય સંકટમાં આજનો દિવસ મહત્વનો, કોર્ટ સંભળાવી શકે ફેસલોરાજસ્થાનના રાજકીય સંકટમાં આજનો દિવસ મહત્વનો, કોર્ટ સંભળાવી શકે ફેસલો

English summary
Human trial of corona virus vaccine will start from today at Delhi AIIMS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X