For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'પત્નીને સાસરિયામાં જો કોઈએ પણ મારી તો તેનો જવાબદાર પતિ જ હશે', જાણો સુપ્રીમ કોર્ટે બીજુ શું કહ્યુ?

સુપ્રીમ કોર્ટે એક કેસમાં સુનાવણી દરમિયાન કહ્યુ કે જો સાસરિયામાં પત્નીને કોઈએ પણ મારી તો તેના માટે પતિ જ જવાબદાર હશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે એક કેસમાં સુનાવણી દરમિયાન કહ્યુ કે જો સાસરિયામાં પત્નીને કોઈએ પણ મારી તો તેના માટે પતિ જ જવાબદાર હશે. ભલે મહિલાને કોઈ અન્ય સંબંધીઓ ઈજા કેમ ન પહોંચાડી હોય પરંતુ તેનો જવાબદાર પતિ જ હશે. પોતાની પત્નીની મારપીટ કરનાર આરોપીએ સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. આ કેસમાં સોમવારે(8 માર્ચ) સુપ્રીમ કોર્ટે સુનાવણી કરીને પત્નીની મારપીટ કરનાર આરોપીને ધરપકડ પહેલા જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ, જો સાસરિયામાં મહિલાની મારપીટ થાય કે તેને કોઈ ઈજા થાય તો મુખ્ય રીતે પહેલા જવાબદાર વ્યક્તિ મહિલાનો પતિ હશે. સુપ્રીમ કોર્ટે જે વ્યક્તિની અરજી પર સુનાવણી કરી હતી, આ તેના ત્રીજા લગ્ન હતા અને મહિલાના બીજા લગ્ન હતા.

મહિલાએ કહ્યુ- દહેજ ન આપવા પર પતિ, સાસુ અને સસરાએ મારી

મહિલાએ કહ્યુ- દહેજ ન આપવા પર પતિ, સાસુ અને સસરાએ મારી

લગ્ન બાદ વર્ષ 2018માં બંને કપલને એક બાળક થયુ. તેમના લગ્ન વર્ષ 2017માં થયા હતા. જૂન 2020માં મહિલાએ લુધિયાણા પોલિસમાં પતિ અને સાસરિયાવાળા સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે દહેજની માંગ પૂરી ન કરવાના કારણે પતિ, સાસુ અને સસરાએ બહુ ખરાબ રીતે મારપીટ કરી હતી.

'કઈ રીતનો માણસ છે તુ...' સુપ્રીમ કોર્ટ

'કઈ રીતનો માણસ છે તુ...' સુપ્રીમ કોર્ટ

જ્યારે આરોપી પતિના વકીલ કુશાગ્ર મહાજન આગોતરા જામીન માટે પોતાની દલીલ આપી રહ્યા હતા તો સીજેઆઈ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યુ, 'તુ કયા પ્રકારના માણસ છે? (આરોપી પતિ)તેણે (પત્ની) આરોપ લગાવ્યો છે કે તુ એનુ ગળુ દબાવીને હત્યા કરવાનો હતો. તેણે આરોપ લગાવ્યો કે તે ગર્ભપાત માટે મજબૂર કરી. તુ પોતાની પત્નીને મારવા માટે ક્રિકેટના બેટનો ઉપયોગ કરતો હતો, કયા પ્રકારનો માણસ છે તુ.'

મહિલાની ઈજા માટે જવાબદારી પતિની છે.. સુપ્રીમ કોર્ટ

મહિલાની ઈજા માટે જવાબદારી પતિની છે.. સુપ્રીમ કોર્ટ

જ્યારે આરોપી પતિના વકીલ કુશાગ્ર મહાજને કહ્યુ કે તેના ક્લાયન્ટે ક્યારેય મારવા માટે ક્રિકેટ બેટનો ઉપયોગ નથી કર્યો. વકીલે કહ્યુ, ક્લાયન્ટના પિતાએ બેટથી મહિલાની મારપીટ કરી હતી. આના પર સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યુ, 'એ વાતથી કોઈ ફરક નથી પડતો કે બેટથી મારનાર કોણ હતો, તુ(પતિ) કે તેનો પિતા. જ્યારે સાસરિયામાં મહિલાને મારવામાં આવે છે ત્યારે તેની મુખ્ય રીતે જવાબદારી પતિની હોય છે.'

બ્રિટનની સંસદમાં ઉઠ્યો ખેડૂત આંદોલનનો મુદ્દો, જાણો શું કહ્યુબ્રિટનની સંસદમાં ઉઠ્યો ખેડૂત આંદોલનનો મુદ્દો, જાણો શું કહ્યુ

English summary
Husband is liable for woman's injuries in matrimonial home: SC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X