For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોમ્બ બ્લાસ્ટમાં IEDનો ઉપયોગ થયો હોવાની આશંકા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 22 જાન્યુઆરી: હૈદરાબાદના એકદમ ગીચ અને વ્યસ્ત દિલસુખનગર વિસ્તારમાં મોડી રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં 14 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 100થી વધુ લોકો ધાયલ થયા છે. આ વિસ્તારમાં એક પછી એક શક્તિશાળી આઇઇડી વિસ્ફોટ થયા હતા. મૃતકોના આંકડાની પુષ્ટિ આજે કેન્દ્રિય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કરી હતી. તેમને કહ્યું હતું કે 119 લોકો ઘાયલ થયા તથા છ લોકો ગંભીર રીતે ઘાયલ છે.

સાઇબરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોર્ણાક અને વેંકટાદિરી થિયેટરો નજીક એક ઢાબાની બહાર બે સાયકલો પર બાંધવામાં રાખવામાં આવેલા આઇઇડી વિસ્ફોટ વ્યસ્ત સમયે થયો હતો જ્યારે ઘટનાસ્થળે ઘણા લોકો હાજર હોવાથી અફરાતફરી મચી હતી અને લોકો સુરક્ષા માટે આમતેમ દોડધામ કરવા લાગ્યા હતા.

bomb-blasts

આંધ્ર પ્રદેશ પોલીસ મહાનિર્દેશક વી દિનેશ રેડ્ડીએ રાત્રે જણાવ્યું હતું કે શ્રેણીબદ્ધ બોમ્બ ધમાકામાં આઇઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે આતંકવાદી કાવતરું હતું તથા તેમનો હેતુ વધારેમાં વધારે નુકસાન પહોંચાડવાનો હતો.

દિનેશ રેડ્ડીએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે વિસ્ફોટમાં ઉપયોગ કરવામાં આવેલી આઇઇડી શક્તિશાળી હતી તથા તેમને સાયકલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં બે થી ત્રણ મિનિટના અંતરે ધમાકા થયા હતા. આ દરમિયાન હૈદરાબાદમાં તૈનાત રાષ્ટ્રીય તપાસ એજન્સીના કર્મચારીઓએ ધટનાની મુલાકાત લઇ બે સળગેલા દ્રિચક્રીથી કેટલાક પુરાવા એકઠા કર્યાં છે.

હૈદરાબાદમાં થયેલા શ્રેણીબદ્ધ ધમાકામાં હેલ્પનંબર આપવામાં આવ્યાં છે જ્યાંથી તમે જાણકારી મેળવી શકો છો.

ધનલક્ષ્મી એમ્બ્યુલન્સ સર્વિર્સીસ દિલસુખનગર: +91 9391351543, 9963857749, 9440379926, 040-27854771

English summary
Improvised Explosive Devices (IEDs) were used in the two bomb blasts which were acts of terror and were aimed at causing maximum damage, Andhra Pradesh DGP V Dinesh Reddy said on Thursday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X