હૈદરાબાદ વિસ્ફોટઃ 'સાંઇ મંદિર હતું આતંકીઓનું ટાર્ગેટ'

હૈદરાબાદમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટને ઘણા કલાકો વિતિ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી પોલીસને કોઇ પુરાવા મળ્યા નથી. આ વચ્ચે સૂત્રોના હવાલાથી એવું કહેવામાં આવે છે કે એનઆઇએની ટીમ પુરાવાની શોધમાં બિહારના દરભંગા ખાતે જશે.
આંધ્રપ્રદેશ પોલીસે અહીં દિલસુખ નગરમાં ગુરુવારે થયેલા વિસ્ફોટનો મામલો નોંધ્યો છે. આ વિસ્ફોટમાં 16 લોકોના મોત થયા છે જ્યારે 120થી વધારે લોકોને ઇજા પહોંચી છે. નોંધનીય છે કે દિલસુખનગરના સાઇબાબા મંદિરે 2002માં ધમાકા થયા હતા અને જેમાં બે વ્યક્તિના મોત થયા હતા અને અન્ય ઘણાને ઇજા પહોંચી હતી.












Click it and Unblock the Notifications
