For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Get Ready! શરૂ થવાની છે દૂરદર્શન અને આકાશવાણીમાં ભરતી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ડિસેમ્બર: દૂરદર્શન અથવા ઓલ ઇન્ડિયા રેડિયોમાં નોકરી મેળવવાનું સપનું જોઇ રહેલા યુવાનો માટે ખુશીના સમાચાર છે. પ્રસાર ભારતીમાં કર્મચારીઓની ઊણના પગલે સૂચના અને પ્રસારણ મંત્રાલયે મોટું પગલું ભર્યું છે અને પ્રસાર ભારતી બોર્ડના ગઠનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ખબર અનુસાર મંત્રાલયે બોર્ડના ગઠનના સંબંધમાં નાણા મંત્રાલયમાં ખર્ચ વિભાગ અને કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ સાથે વિચાર વિમર્શ કર્યો છે. મંત્રીમંડળની ભલામણ અનુસાર પ્રસાર ભારતી માટે એક ભરતી બોર્ડ બનાવવાનું રહેશે. મંત્રાલયે ખર્ચ વિભાગ અને ડીઓપીટી (ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ)થી મંજૂરી પ્રાપ્ત કરી લીધી છે. હવે કેન્દ્રીય મંત્રિમંડળ તરફથી અંતિમ મંજૂરીની મહોર વાગવાની રાહ જોવાઇ રહી છે.

અધિકારીઓએ જણાવ્યું કે સૂચના અને પ્રસારણ મંત્રાલયના પ્રસ્તાવ અનુસાર પ્રસાર ભારતી બોર્ડનું પ્રમુખ ભારત સરકારના અધિક સચિવ સ્તરના એક અધિકારી રહેશે અને તેમાં સંયુક્ત સચિવ સ્તરના બે વધુ સદસ્ય હશે.

prasar Bharati
ઘણા પ્રકારના હોદ્દાઓ માટે ભરતીઓ થશે
કહેવામાં આવી રહ્યું છે કે બોર્ડના ઘટન માટે 45 હોદ્દાઓનું નિર્માણ કરવામાં આવશે, જે ખાસ કરીને દૂરદર્શન અને આકાશવાણી માટે કર્મચારીઓની ભરતી કરશે. પ્રસાર ભારતીમાં નજીકના ભવિષ્યમાં દૂરદર્શન અને આકાશવાણીમાં કાર્યક્રમ અને ટેકનીકલ ખાતામાં ઓછામાં ઓછી 1150 હોદ્દાઓ માટે ભરતી કરવામાં આવશે. આ પદોમાં મદદનીશ કેન્દ્ર નિર્દેશક, એન્જિનિયરિંગ મદદનીશ, કાર્યક્રમ અધિકારી, ટ્રાંસમિશન અધિકારી, ટેકનીકલ કર્મચારી, કેમરામેન, પ્રોડક્શન સહાયક અને પ્રશાસનિક કર્મી વગેરેનો સમાવેશ થશે.

બોર્ડનું ગઠન થવા અને ભરતી શરૂ થયા બાદ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોના મહત્વપૂર્ણ કાર્યક્ષેત્રમાં નવી ઉર્જા આવશે.

English summary
Get Ready,I&B ministry initiates steps to set up Prasar Bharati Recruitment Board.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X