For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સવર્ણ બિલ પર બોલ્યા શિવપાલ, મને ભાજપના વચનો પર ભરોસો નથી

સવર્ણ બિલ પર બોલ્યા શિવપાલ, મને ભાજપના વચનો પર ભરોસો નથી

|
Google Oneindia Gujarati News

લખનઉઃ 2019 શરૂ થઈ ચૂક્યું છે અને દેશમાં સૌથી વધુ લોકસભા સીટવાળા ઉત્તર પ્રદેશમાં પણ રાજનૈતિક રણનીતિઓ અને ઘાત-પ્રત્યાઘાતો શરૂ થઈ ગયા છે. એક બાજુ જ્યાં ઉત્તર પ્રદેશમાં ગઠબંધનને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે, ત્યાં બીજી બાજુ ભાજપે સવર્ણોને આરક્ષણ આપવાની વાત કહી માહોલને વધુ ગરમ કરી દીધો. આ બધાની વચ્ચે શિવપાલ યાદવે પણ કહ્યું કે તેમની પાર્ટીને પણ ગઠબંધનમાં સામેલ કરી લેવામાં આવે. સાથે જ સવર્ણ આરક્ષણને સમર્થન આપતાં તેમણે કહ્યું કે ભાજપે અમારી વાત પૂરી કરી છે, પરંતુ અમને ભાજપ પર ભરોસો નથી.

shivpal

લખનઉમાં કેટલાય નેતાઓએ શિવપાલ યાદવની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી જોઈન કરી લીધી. પૂર્વ મંત્રી શિવકુમાર બેરિયાએ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયાનો હાથ થામ્યો. બેરિયા સપા સરકાર દરમિયાન મંત્રી હતા અને કનપુર દેહાતના રસૂલાબાદ વિધાનસભામાં કેટલીયવાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. સાથે જ પૂર્વ મુખ્યમંત્રી કમલાપતિ ત્રિપાઠીની ભાણેજ અને કોંગ્રેસના પ્રદેશ સચિવે પણ પ્રસપા જોઈન કર્યું. આ અવસર પર બોલતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવપાલ યાદવે કહ્યું કે મને ભરોસો નથી કે ભાજપ સવર્ણ આરક્ષણનો વાયદો કરશે. લોકસભા ચૂંટણીમાં પણ પીએમ મોદીએ જેટલા વાયદા કર્યા હતા તે આજ સુધી પૂરા નથી થયા.

પાછલા દિવસોમાં રાજ્યમાં કેટલાય લોકોના ઠેકાણે પડેલ સીબીઆઈના દરોડા પર પણ શરૂ થયેલ ઘમાસાણ પર ગેરકાયદેસર ખનન પર બોલતા શિવપાલે કહ્યું કે 2004થી 2007 સુધી ખનન વિભાગ મારી પાસે હતું ત્યારે તો કોઈ આરોપ નહોતો લાગ્યો. જ્યારે લોકસભા ચૂંટણી પર પોતાની પાર્ટીનું સ્ટેન્ડ સ્પષ્ટ કરતાં શિવપાલે કહ્યું કે માત્ર એક સીટ નેતાજી માટે છોડવામાં આવશે. બાકીની તમામ સીટ પર પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા કરશે.

આ પણ વાંચો- અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ પર આજથી સુપ્રીમ કોર્ટની પીઠ સુનાવણી કરશે

English summary
i do not believe in bjp says shivpal yadav on upper caste reservation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X