For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ પર આજથી સુપ્રીમ કોર્ટની પીઠ સુનાવણી કરશે

અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ પર આજથી SCમાં સુનાવણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદ પર આજથી સુપ્રીમ કોર્ટની નવી સંવિધાન પીઠ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે પાછલી સુનાવણી દરમિયાન આ વિવાદથી સુનાવણીની તારીખ નક્કી કરી હતી. જે બાદ આજે પાંચ જજની સંવિધાન પીઠમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ રંજન ગોગોઈ કરશે, જ્યારે પીઠમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ સામેલ છે. આ સંવિધાન પીઠમાં મુખ્ય ન્યાયાધીશ સિવાય ચાર સુપ્રીમ કોર્ટના જજ સામેલ છે.

supreme court

અગાઉ સુપ્રીમ કોર્ટે અગાઉની સુનાવણીમાં કહ્યું હતું કે અયોધ્યા વિવાદ પર 10 જાન્યુઆરીથી સુનાવણી શરૂ થશે. આ મામલાની સુનાવણી માટે મંગળવારે સંવિધાન પીઠનું ગઠન કરી દેવામાં આવ્યું હતું. અયોધ્યા મામલાની સુનાવણી માટે આ પીઠને અભૂતપૂર્વ બેન્ચ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણ જજની પીઠે આ મામલાને પાંચ જજની પીઠને મોકલવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ મામલામાં અપ્રત્યાશિત પગલાં ઉઠાવતા તેને પાંચ જજોની સંવૈધાનિક પીઠને મોકલવાનો ફેસલો લીધો.

આજથી થનાર સુનાવણીમાં એ નક્કી થઈ શકે છે કે વિવાદિત રામ જન્મભૂમિ પર કોનો અધિકાર છે. સાથે જ એ વાત પર પણ ફેસલો થશે કે શું આ મામલાની દરરોજ સુનાવણી થશે. જણાવી દઈએ કે 27 સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેંચે ઈસ્માઈલ ફારુખીની માગણીને ફગાવી દીધી હતી. ખારુકીએ કહ્યુ્ં હતું કે 1994ના ફેસલા પર ફરીથી વિચાર કરવામાં આવે અને તેને સંવિધાન પીઠને મોકલવામાં આવે. આ ફેસલામાં કોર્ટે મસ્જિદની અંદર નમાજ પઢવાને ઈસ્લામ ધર્મનો અભિન્ન અંગ માનવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ કોર્ટે ફારુખીની આ માંગણીને ફગાવી દીધી હતી.

આ પણ વાંચો- ફરી મોંઘું થયું પેટ્રોલ, ડીઝલની કિંમતાં પણ વધારો

English summary
Supreme court to hear Ayodhya Ramjanmbhumi dispute from today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X