ઉમર અબ્દુલાએ રાજીનામું આપવાની કરી મનાઇ

તે આ વાતને લઇને વિધાનસભામાં ભાવુક થઇ ગયા હતા. જેના પર મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ ટ્વિટ કર્યું હતું કે ધ્યાન આપો, અન્ય લોકો મારા રાજીનામાની અફવા ફેલાવે છે, મેં રાજીનામું આપ્યું નથી, જો મારા રાજીનામાથી કોઇ મૃતક વ્યક્તિને જીવીત કરી દે છે તો હું તાત્કાલિક રાજીનામું આપી દેત.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે વિપક્ષે વિધાનસભામાં મુખ્યમંત્રી પર અફઝલ ગુરૂનો જીવ બચાવવાનો આરોપ લગાવ્યો હતો. જે મુદ્દે ઉમર અબ્દુલાએ કહ્યું હતું કે તમે લોકો તો એમ કહી રહ્યાં છો કે જેમ કે હું અફઝલ સાહેબના મોત માટે જવાબદાર છું. તમારા લોકોની જેમ હું પણ ઇચ્છું છું કે સરકાર સ્પષ્ટ કરે કે અફઝલ ગુરૂના મોત પાછળ કોઇ રાજકીય મંશા ન હતી.
ઉમર અબ્દુલાએ કહ્યું હતું કે આ વાત કહેવા પાછળ મારો હેતું એટલો જ છે કે કાશ્મીરના એક ખાસ વર્ગને આ વાત પર વિશ્વાસ કરવો ખૂબ જરૂરી છે કારણ કે એક ખાસ વર્ગ તેમને અફઝલ ગુરૂ સાથે જોડીને જુએ છે. ઉમર અબ્દુલાએ આ વાત પર અફસોસ વ્યક્ત કર્યો હતો કે ફાંસી પહેલાં અફઝલ ગુરૂને તેના પરિવાર સાથે મળવાની તક પણ ન આપવામાં આવી. હું ઇચ્છું છું કે આપણે લોકોએ તેના પરિવારને જાણ કરવા માટે અધિકૃત કરવા જોઇતા હતા.












Click it and Unblock the Notifications
