વિવાદને રોકવા રાજીનામુ આપ્યું : અશ્વિની કુમાર

એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું કે તેમણે શુક્રવારે કાયદા પ્રધાન તરીકે રાજીનામુ એટલા માટે આપ્યું છે કે વિવાદનો અંત લાવી શકાય. કોલસા બ્લોક ફાળવણીના કેસમાં તેમના નામને લઇને કારણ વગરનો વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. આ મુદ્દૈ ન્યાય અને સચ્ચાઇની જીત થશે. અશ્વિનીએ જણાવ્યું કે આજે પણ તેમને કોંગ્રેસના બધા જ નેતાઓનું સમર્થન પ્રાપ્ત છે.
ઉલ્લેખનીય છે કે રેલવે મંત્રી પવન કુમાર બંસલ અને કાયદા મંત્રી અશ્વિની કુમારે શુક્રવારે રાત્રે વડાપ્રધાન મનમોહન સિંહને મળીને પોતાનું રાજીનામુ સોંપી દીધું હતું. રેલવે લાંચ કૌભાંડમાં પવન બંસલનું નામ આવતા તેમણે રાજીનામુ આપી દીવું પડ્યું હતું.












Click it and Unblock the Notifications
