For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપમાં જોડાવા માટે 2019માં પૈસાની ઑફર કરવામાં આવી હતીઃ કોંગ્રેસ છોડનાર કર્ણાટક MLAનો ખુલાસો

ભાજપના ધારાસભ્ય શ્રીમંત બાલાસાહેબ પાટિલે સનસનીખેજ ખુલાસો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

બેલગાંવઃ ભાજપના ધારાસભ્ય શ્રીમંત બાલાસાહેબ પાટિલે સનસનીખેજ ખુલાસો કરીને કહ્યુ કે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર પાડવા માટે કોંગ્રેસ છોડવા અને ભાજપમાં જોડાવા માટે તેમને પૈસાની ઑફર કરવામાં આવી હતી. પત્રકારો સાથે વાત કરીને પાટિલે જણાવ્યુ કે, 'હું કોઈ ઑફર સ્વીકાર્યા વિના જ ભાજપમાં જોડાયુ છુ. જેટલા પૈસા જોઈએ એટલા માંગી શકતો હતો પરંતુ મે પૈસા માંગ્યા નથી. મે લોકોની સેવા કરવા માટે મંત્રી પદ આપવા માટે તેમને કહ્યુ હતુ.'
વધુમાં પાટિલે ઉમેર્યુ કે, 'હું નથી જાણતો કે મને વર્તમાન સરકારમાં મંત્રી પદ કેમ આપવામાં આવ્યુ નથી પરંતુ મને વચન આપવામાં આવ્યુ હતુ કે આવતા વિસ્તારમાં મને મંત્રી પદ આપવામાં આવશે. મારી કર્ણાટકના નવા સીએમ બાસવરાજ બોમ્મઈ સાથે વાતચીત થઈ છે.'

shrimant patil

તમને જણાવી દઈએ કે પાટિલ કર્ણાટકની કાગવાડ સીટના ધારાસભ્ય છે, તેઓ ઘણો લાંબો સમય કોંગ્રેસમાં રહ્યો પરંતુ 2019માં તેઓ ભાજપમાં જોડાયા. પાટિલ એ 16 ધારાસભ્યોમાંના હતા જેમણે કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર છોડીને ભાજપમાં જોડાયા હતા. આના કારણે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સત્તા ગુમાવવી પડી હતી. રાજ્યમાં યેદિયુરપ્પાની આગેવાનીમાં સરકાર બન્યા બાદ પાટિલને મંત્રી પદ આપવામાં આવ્યુ હતુ. જો કે યેદિયુરપ્પાના રાજીનામા અને બાસવરાજ બોમ્મઈના સીએમ બન્યા બાદ બાલાસાહેબ પાટિલને મંત્રીપદ ગુમાવવુ પડ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે.

English summary
I joined BJP without taking money. I was asked how much money I wanted said Karnatak BJP MLA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X