For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારા ભાઇ સમાન મોદી પીએમ બનેઃ લતા મંગેશકર

|
Google Oneindia Gujarati News

પુણે, 1 નવેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પુણે સ્થિત દીપનાથ મંગેશકર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યાં છે. આ તકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને બૉલીવુડ કોકિલકંઠી લતા મંગેશકર એક જ મંચ પર ઉપસ્થિત રહ્યાં છે. લતાજીએ આ તકે નરેન્દ્ર મોદીને પુષ્પગૃચ્છ આપીને સન્માનિત કર્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.

લતા મંગેશકરે કહ્યું કે, હું નરેન્દ્ર મોદીને દુઆ આપું છું. તેઓ મારા ભાઇ જેવા છે. અહીં બધાની ઇચ્છા છે અને હું શુભેચ્છા પાઠવું છે અને દુઆ કરું છું કે, નરેન્દ્ર મોદી પીએમ બને. મારી દુઆઓ છે કે મોદીજી હંમેશા ખુશ રહે. આ તકે આશા ભોસલેએ કહ્યું હતું કે, મોદીજી જ્યાં જાય છે ત્યાં ભાષણ સાંભળે છે, તેથી આજે હું તમને અહીં ગુજરાતી ગીત સંભળાવું છું.

modi-lata
નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી પુણે પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર મોદીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સમર્થકોની ભારે ભીડ જમા થઇ ગઇ હતી અને તેથી મોદીએ એરપોર્ટ પર જ એકઠી થયેલી મેદનીને સંબોધવી પડી હતી. આ તકે મોદીએ કેન્દ્રની યુપીએ સરકાર અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

આ તકે મોદીએ કહ્યું કે, રાષ્ટ્રએ વિવિધ પાર્ટીઓની સરકારોને જોઇ છે. કોમ્યુનિસ્ટ, કોંગ્રેસ, રિજનલ પાર્ટી અને ભાજપની સરકાર. રાષ્ટ્રે દરેક પાર્ટીઓના વિકાસ મોડલને પણ જોયું છે અને તેઓ જાણે છે કઇ પાર્ટી આવશે તો શું થશે. હું રાજકિય પંડિતોને કહેવા માગુ છું કે તેઓ એક પેરામિટર તૈયાર કરે અને પછી જુએ કે કઇ પાર્ટીના નેતૃત્વ હેઠળ કયા રાજ્યમાં કેવા કામો થયા છે. અને આ ચકાસવામાં આવ્યા બાદ એ પ્રશ્ન ક્યારેય સામે નહીં આવે કે તેઓ ભાજપને વિજેતા બનાવવા માગે છે કે નહીં. ભાજપે વિકાસ કર્યો છે. ભાજપને જ્યારે પણ લોકોની સેવા કરવાની તક મળી છે, ભાજપે લોકોના આશા આંકાક્ષાને પરિપૂર્ણ કરવાના યથાયોગ્ય પ્રયાસો કર્યા છે.

English summary
I pray to God that what we want, that Narendra Bhai becomes the PM. This is everyone's wish: Lata Mangeshkar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X