For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી બનવા માટે તો હું પણ તૈયાર છું: આઝમ ખાન

|
Google Oneindia Gujarati News

azam khan
લખનઉ, 9 એપ્રિલ: ઉત્તર પ્રદેશના કેબિનેટમંત્રી આઝમખાનનો પણ વિવાદો સાથે જૂનો સંબંધ છે. પોતાની જાતને હંમેશા ચર્ચામાં રાખવા માટે આઝમખાન વિવાદાસ્પદ નિવેદન કરતા રહે છે. આજકાલ દેશની રાજનીતિમાં પીએમ પદના ઉમેદવારને લઇને ચર્ચા ગરમ છે ત્યારે સમાજવાદી પાર્ટીના દિગ્ગજ મંત્રી આઝમખાન પણ પોતાની જાતને આ રેસમાંથી બહાર નથી ગણતા. આઝમખાન પણ પોતાને દેશના પ્રધાનમંત્રી તરીકે જુએ છે.

પોતાના સંસદીય વિસ્તાર રામપૂરમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કેબિનેટ મંત્રી આઝમખાને પ્રધાનમંત્રી બનવાની ઇચ્છા જાહેર કરી. તેમની લાગણીઓ તેમના દ્વારા આખરે વ્યક્ત થઇ ગઇ. આઝમે પોતાની વાતો પર ભાર મૂકતા જણાવ્યું કે મુસલમાન પણ દેશનો પ્રધાનમંત્રી બની શકે છે.

પ્રધાનમંત્રી બનવાની આઝમખાનની લાલસા જાગી તેમણે એવું જણાવ્યું કે 'બનાવોને, હું તો ક્યારનો તૈયાર બેઠો છું, જ્યારે કહેશો ત્યારે જેવા હાલમાં હોઇશ તેવા હાલમાં આવી જઇશ. જોકે હું વજીરે આઝમ છું, નામ છે આઝમ અને હું વજીર પણ છું. નામથી તો છું હવે બસ પદથી બનવાનું બાકી છે.' આઝમ ખાને રાજ્યસભા સાંસદ મુનવ્વર સલીમ પર થયેલા હુમલા પર કહ્યું કે તેમની પર કરવામાં આવેલો હુમલો મારી પર દબાણ લાવવા માટે કરાવવામાં આવ્યો છે'

કોઇનું નામ લીધા વગર તેમણે જણાવ્યું કે કેટલાંક લોકો એવું જતાવવા માગે છે કે મારી સાથે નહીં રહો તો જોઇ લો શું હાલ થશે. ત્યાં જ ડીએમકેના કેન્દ્ર સરકાર સાથેના સંબંધ તૂટ્યા બાદ ઉઠેલા સવાલ પર બોલતા આઝમ ખાને જણાવ્યું કે અમે કોઇના દબાવમાં આવનારાઓમાંના નથી. અમે એજ કરીશું જે પાર્ટી માટે યોગ્ય રહેશે.

English summary
Uttar pradesh cabinet minister and SP leader Azam Khan said that he wants to become Prime Minister of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X