For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્ટિકલ 370 ખતમ કરવા બદલ હું મોદી અને અમિત શાહની પૂજા કરું છું

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ હવે હું પીએમ મો

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ હવે હું પીએમ મોદી અને અમિત શાહની પૂજા કરવા લાગ્યો છું. પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતો અનુચ્છેદ 370ને હટાવી દેશના પહેલા પીએમ જવાહરલાલ નેહરૂની ઐતિહાસિક ભૂલ સુધારી છે.

અનુચ્છેદ 370 હટાવી નેહરુની ઐતિહાસિક ભૂલ સુધારી

અનુચ્છેદ 370 હટાવી નેહરુની ઐતિહાસિક ભૂલ સુધારી

પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અગાઉ પોતાના એક નિવેદનમાં પીએમ જવાહરલાલ નેહરૂને અપરાધી ગણાવ્યા હતા. જો કે સોમવારે પોતાના એ નિવેદન પર શિવરાજ સિંહ ચૌહાણે પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો. ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું 'જે કહ્યું હતું તે તથ્યો પર આધારિત હતું. જમ્મુ-કાશ્મીર પર પહોલા પીએમ જવાહરલાલ નેહરુ તરફથી જે ભૂલ કરવામાં આવી હતી તેને પીએણ મોદીએ સુધારી છે.'

શિવરાજ સિંહ ચૌહાણનું મોટું નિવેદન

શિવરાજ સિંહ ચૌહાણનું મોટું નિવેદન

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે પહેલા હું પીએમ મોદ અને અમિત શાહને મારા નેતા માનતો હતો. તેમને શ્રદ્ધાની દ્રષ્ટિએ જોતો હતો, પરંતુ આ પગલા બાદ હું તેમની પૂજા કરું છું. જ્યારે સોનિયા ગાંધીને કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષ ચૂંટવા પર ચૌહાણે સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસે ફરીથી સોનિયા ગાંધીને અધ્યક્ષ બનાવ્યા, હવે કોંગ્રેસ ક્યાં જશે. આ મામલે રાહુલ ગાંધીની સોચના વખાણ કરું છું કે તેમણે બિન ગાંધી લાઓ, અધ્યક્ષ પદ સ્વીકાર ન કર્યું.

દિગ્વિજયનો પલટવાર

દિગ્વિજયનો પલટવાર

બીજી તરફ જવાહરલાલ નેહરુને લઈ શિવરાજ સિંહ ચૌહાણની ટિપ્પણી પર કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે પલટવાર કર્યો. દિગ્વિજય સિંહે કહ્યું કે શિવરાજ સિંહ ચૌહાણ પંડિત નહેરૂના પગની ધૂળ પણ નથી, તેમને શરમ આવવી જોઈએ. જ્યારે દિગ્વિજયના નિવેદન પર પણ શિવરાજ સિંહ ચૌહાણે પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે હું કોઈ પરિવારનો ગુલામ નથી, માત્ર ભારત માતાના ચરણોની ધૂળ છું. જેની સેવા કરી હું મારા જીવનને સફળ, સાર્થક અને ધન્ય માનું છું. આપણો દેશ સ્વાભિમાન સાથે આગળ વધે એજ અમારો સંકલ્પ છે.

<strong>J&K પોલીસે 15 ઓગસ્ટ માટે એડવાઈઝરી જાહેર કરી, સંદિગ્ધ વ્યક્તિ કે ચીજની તુરંત જાણકારી આપો </strong>J&K પોલીસે 15 ઓગસ્ટ માટે એડવાઈઝરી જાહેર કરી, સંદિગ્ધ વ્યક્તિ કે ચીજની તુરંત જાણકારી આપો

English summary
i warship modi and shah for removing article 370 says shivraj singh chauhan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X