For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાથરસમાં ધક્કા-મુક્કી બાદ બોલ્યા રાહુલ ગાંધી, 'દુનિયામાં હું કોઈથી નહિ ડરું'

હાથરસમાં ધક્કા-મુક્કી બાદ બોલ્યા રાહુલ ગાંધી, 'દુનિયામાં હું કોઈથી નહિ ડરું'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી સાથે કથિત રીતે ગેંગરેપની ઘટના બાદ તેનું મોત થઈ ગયું, જેણે સૌકોઈને ધ્રૂજાવી મૂક્યા છે. વિપક્ષ સતત પ્રદેશની સરકાર અને પોલીસ પ્રશાસન પર હુમલાવર છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુરુવારે પીડિતાના પરિજનોને મળવા હાથરસ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ પોલીસે તેમને રોકી લીધા અને ધરપકડ કરી લીધી. આ દરમ્યાન રાહુલ ગાંદી સાથે ધક્કા મુક્કી પણ થઈ, જેમાં તેઓ પડી ગયા હતા. ઘટના બાદ આજે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું કે હું દુનિયામાં કોઈનાથી નહિ ડરું.

rahul gandhi

દુનિયામાં હું કોઈનાથી નહિ ડરું

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, 'હું દુનિયાથી કોઈનાથી નહિ ડરું... હું કોઈપણ અન્યાય સમક્ષ નહિ ઝુકૂં, હું અસત્યને સત્યથી જીતું અને અસત્યનો વિરોધ કરતા હું પણ કષ્ટોને શહી શકું.' અગાઉ ગુરુવારે એક ટ્વીટ કરી યોગી આદિત્નયાથ પર હુમલો બોલતાં રાહુલ ગાંધીએ લક્યું, દુખની ઘડીમાં આપણાને એકલા ના છોડી શકાય. યૂપીમાં જંગલરાજનો આ આલમ છે કે શોકમાં ડૂબેલ એક પરિવારથી મળવું પણ સરકારને ડરાવી દે છે. આટલા ના ડરો મુખ્યમંત્રી મહોદય.

રાહુલ- પ્રિયંકા સહિત 203 વિરુદ્ધ કેસ

જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત 203 લોકો વિરુદ્ધ ઉત્તર પ્રદેશ પોલીસે એફઆઈઆર નોંધાવી છે. હાથરસ જવા માટે ભીડ એકઠી કરવાના મામલે આ એફઆઈઆર નોંધવામાં આવી છે. ગૌતમબુદ્ધ નગરના ગ્રેટર નોઈડામાં ઈકોટેક વન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 188, કલમ 269, 270 અને મહામારી એક્ટ નોંધવામાં આવ્યા છે. જેમાં 153 નામજદ છે જ્યારે 50 વિરુદ્ધ અજ્ઞાત મામલા નોંધ્યા છે. ગૌતમબુદ્ધનગર પોલીસ તરફતી આ મામલો નોંધવામાં આવ્યો છે. એફઆઈઆરમાં દીપેન્દ્ર સિંહ હુડ્ડા, પીએલ પુનિયા, અજય કુમાર લલ્લુના પણ નામ છે.

English summary
I will not be afraid of anyone says rahul gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X