ભારતની ચીન સામે લાલ આંખ, લદ્દાખમાં ઉતાર્યું સુપર હરક્યૂલિસ
નવી દિલ્હી, 20 ઑગસ્ટ : ભારતે ચીનને મંગળવારે જબરદસ્ત લપડાક આપી છે. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ભારતે પહેલીવાર સી-130જે સુપર હરક્યૂલિસ વિમાનને ઉતાર્યું છે. વાયુદળનું આ સૌથી મોટું વિમાન છે. ચીને દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં જ હાલમાં જ ઘુસણખોરી કરી હતી.
ચીની સેનાઓ દ્વારા હાલમાં જ કરવામાં આવેલી ઘુસણખોરીને ભારતે ગંભીરતાથી લઇને આ પગલું ભર્યું છે. જેના પગલે ભારતે સરહદ પર સુરક્ષામાં વધારો કરી દીધો છે. હરક્યૂલિસ વિમાનનો ઉપયોગ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

ચીને હાલમાં જ દેપસાંગ ઘાટીમાં ઘુસણખોરી કરી હતી જેના બાદથી સરહદ પર તણાવ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ભારતે પહેલીવાર ચીની સીમાની પાસે હરક્યૂલિસ વિમાનને ઉતાર્યું છે, જેને ભારતનું ચીન તરફી આક્રમક વલણ ગણવામાં આવે છે.












Click it and Unblock the Notifications
