પહેલી સ્વદેશી એન્ટિ રેડિયેશન મિસાઇલ રુદ્રમનું IAF અધિગ્રહણ કરશે, 1400 કરોડનો પ્રસ્તાવ મોકલ્યો!
ભારતે મિસાઈલ ક્ષેત્રે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. હવે ભારતે દુશ્મનોની મિસાઈલને હવામાં જ ખતમ કરવાની તૈયારી કરી લીધી છે.
ભારતે મિસાઈલ ક્ષેત્રે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. હવે ભારતે દુશ્મનોની મિસાઈલને હવામાં જ ખતમ કરવાની તૈયારી કરી લીધી છે. મળતી વિગતો અનુસાર, ભારતીય વાયુસેના મેક ઈન ઈન્ડિયા હેઠળ વિકસિત દેશની પ્રથમ સ્વદેશી એન્ટિ રેડિયેશન મિસાઈલ રુદ્રમને હસ્તગત કરવા જઈ રહી છે. આ માટે સરકારે 1400 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મોકલ્યો છે.

રુદ્રમ વિશે વિગતે વાત કરીએ તો, રુદ્ર ડીઆરડીઓની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી દ્વારા વિકસિત અત્યાધુનિક એર-ટુ-સફેસ સ્વદેશી એન્ટિ-રેડિયેશન મિસાઇલ છે. આ મિસાઈલ દુશ્મનના રડારને શોધીને નાશ કરી શકે છે. અધિકારીઓ અનુસાર, ડીઆરડીઓ દ્વારા વિકસિત અદ્યતન મિસાઇલના અધિગ્રહણ માટેનો પ્રસ્તાવ રક્ષા મંત્રાલય પાસે છે અને ટૂંક સમયમાં એક હાઈલેવલ બેઠક તેના પર વિચાર કરશે.
આ વિશે અધિકારીઓએ આગળ કહ્યું કે, ભારતીય વાયુસેના દ્વારા સુખોઈ-30 ફાઈટર એરક્રાફ્ટ ફ્લીટમાંથી નેક્સ્ટ જનરેશન એન્ટી-રેડિયેશન મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઈલ દુશ્મનના રડાર સ્થાનોને નષ્ટ કરી શકે છે. અધિકારીઓએ કહ્યું કે રડાર સિસ્ટમનો વિનાશ ભારતીય વાયુસેનાને લક્ષ્ય ભેગવામાં મદદ કરી શકે છે.
આ મિસાઈલ સુખોઈ-30 અને મિરાજ-2000 જેવા ફાઈટર જેટથી ફાયર થઈ શકે છે. આ મિસાઈલ ચોક્કસ છે અને રડાર સિસ્ટમને ટ્રેક કરવાની ક્ષમતા સાથે વિકસિત છે. તે ભારતમાં બનાવેલી પોતાની પ્રથમ મિસાઈલ છે જેને કોઈપણ ઊંચાઈથી છોડાઈ શકે છે. આ મિસાઈલ કોઈપણ પ્રકારના સિગ્નલ અને રેડિયેશનને પકડવામાં સક્ષમ છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
