આતંકી હાફિઝ સઇદના નિશાના પર દિલ્હીનો લાલ કિલ્લો

hafiz-saeed-pakistan
નવી દિલ્હી, 9 ઑગસ્ટઃ મુંબઇમાં થયેલા 26/11 હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિજ સઇદ દિલ્હીમાં મોટા આતંકી હુમલાને અંજામ આપી શકે છે. સઇદે એક રેલીમાં ભારત વિરુદ્ધ આગ ઓકતા 2000માં લાલ કિલ્લા પર કરવામાં આવેલા આંતકવાદી હુમલાનું પુનરાવર્તન કરવાની ધમકી આપી છે. આઇબીએ આ સંબંધે દિલ્હી પોલીસને પત્ર લખ્યો છે. પત્ર મળ્યા બાદ દિલ્હી પોલીસે હાઇ એલર્ટ જારી કરી દીધું છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ગદ્દાફી સ્ટેડિયમમાં શુક્રવારે ઇદ ઇલ ફિતરની પ્રાર્થના સભામાં પણ લશ્કર એ તૈયબાના સંસ્થાપક હાફિજ સઇદે હાજરી આપવાની ચર્ચા કરવામાં આવી છે. આ પહેલા સઇદે ટ્વિટર પર એક પોસ્ટમાં ઇદની ગ્રીટિંગ્સ સાથે ભારત વિરુદ્ધ કડક સંદેશ પણ જારી કર્યો છે.

મળતી માહિતી અનુસાર, હાફિજ સઇદે તાજેતરમાં જ કરાચીમાં આયોજિત એક રેલીમાં કહ્યું કે, જિહાદને માત્ર બીજા દેશો સુધી સીમિત નહી રાખીને ભારતમાં પણ જોર-શોરથી ફેલાવવો જોઇએ. તેમણે કહ્યું કે, જેવી સ્થિતિ છે, તેમાં દિલ્હીમાં 2000માં જે હુમલો કરવામાં આવ્યો હતો, તેવો હુમલો કરવો જરૂરી છે. આ હુમલાને કોઇ રોકી શકશે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X