For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બધી સરકારો સાથે મળીને કામ કરે તો 4 વર્ષમાં પ્રદુષણ થઇ જશે ખતમ: અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તર અંગે ચર્ચા કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, દિલ્હીની સરકાર ભૂસરામાંથી નીકળતા પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે ત

|
Google Oneindia Gujarati News

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તર અંગે ચર્ચા કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, દિલ્હીની સરકાર ભૂસરામાંથી નીકળતા પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. કેજરીવાલે વધુમાં કહ્યું કે, તમામ સરકારોએ આ મુદ્દા પર એકઠા થવું જોઈએ અને પ્રદૂષણ સામે લડવું જોઈએ. જો તમામ પક્ષો અને સરકાર એક સાથે આવે, તો આપણે 4 વર્ષથી ઓછા સમયમાં પ્રદૂષણને નિયંત્રિત કરી શકીશું.

Arvind Kejriwal

કેજરીવાલે કહ્યું કે હરિયાણાના કરનાલમાં પરાળીથી સીએનજી ગેસ બનાવવાનું કારખાનું છે. આ ફેક્ટરી ખેડુતોને પરાળીના બદલે પૈસા આપે છે. આ ઉપરાંત પરાળીથી પંજાબમાં ફેક્ટરીઓ કોલસો અને કોક બનાવી રહી છે. પરાળીથી અનેક જગ્યાએ કાર્ડબોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. જેના કારણે ખેડુતોને પૈસા મળી રહ્યા છે, લોકોને રોજગારી મળી રહી છે. તેમણે કહ્યું કે હું કેન્દ્રીય પર્યાવરણ પ્રધાનને અપીલ કરીશ કે તેઓ દર મહિને યુ.પી., દિલ્હી, પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રીઓ સાથે પ્રદૂષણ અંગે બેઠક યોજે.

આ પણ વાંચો: ઈમરતી દેવી પર કમલનાથની ટિપ્પણીથી રાજકીય ધમાલ, ધરણા પર બેઠા શિવરાજ-સિંધિયા

English summary
If all governments work together, pollution will end in 4 years: Arvind Kejriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X