'કૂચબિહાર જેવી થઈ શકે છે હત્યાઓ..', દિલીપ ઘોષના નિવેદન પર TMCએ કહ્યુ - ભડકાઉ નિવેદન માટે ધરપકડ કરો

પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે રવિવારે(11 એપ્રિલ) સીતલકૂચી ઘટના વિશે એવુ નિવેદન આપ્યુ કે વિવાદ થવા લાગ્યો છે.

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે રવિવારે(11 એપ્રિલ) સીતલકૂચી ઘટના વિશે એવુ નિવેદન આપ્યુ કે વિવાદ થવા લાગ્યો છે. વાસ્તવમાં દિલીપ ઘોષે કહ્યુ કે, 'જો સીતલકૂચીમાં માર્યા ગયેલા 'તોફાની' છોકરાઓની જેમ કોઈ કાયદો હાથમાં લેવાની કોશિશ કરશે તો વિધાનસભા ચૂંટણીના આગલા તબક્કામાં પણ કૂચબિહારની જેમ હત્યાઓ થઈ શકે છે.' ભાજપ નેતા દિલીપ ઘોષના આ નિવેદન પર તૃણણમૂલ કોંગ્રેસ(ટીએમસી) અને સીપીએમે ધરપકડની માંગણી કરી છે. ટીએમસી અને સીપીએમે કહ્યુ છે કે દિલીપ ઘોષને આ ભડકાઉ ભાષણ માટે વહેલી તકે ધરપકડ કરવી જોઈએ. વળી, સીપીએમે કહ્યુ કે દિલીપ ઘોષના નિવેદનથી ભાજપના ફાંસીવાદી ચહેરાને જાણી શકાય છે.

dilip

ટીએમસીના સાંસદ સુખેંજુ શેખર રૉયે કહ્યુ કે દિલીપ ઘોષે જે રીતનુ ભડકાઉ ભાષણ આપ્યુ છે તેના માટે અમે તેમની ધરપકડની માંગણી કરીએ છીએ. દિલીપ ઘોષના નિવેદનથી ચૂંટણી સમયે ગોળી ચલાવનારનુ મનોબળ વધશે અને મતદારોની સુરક્ષાને જોખ થઈ શકે છે.

વળી, યાદવપુર વિધાનસભા સીટથી સીપીએમ ઉમેદવાર અને ડાબેરી મોરચાના નેતા સુજાન ચક્રવર્તીએ કહ્યુ કે દિલીપ ઘોષ બિનજવાબદાર નિવેદન આપે છે. તેમના આ નિવેદનથી ભાજપના ફાંસીવાદી ચહેરાને સામે લાવી દીધો છે. પશ્ચિમ બંગાળના મંત્રી ફિરહાદ હકીમે કહ્યુ કે, 'દિલીપ ઘોષ(પશ્ચિમ બંગાળ ભાજપ પ્રમુખ) બિલકુલ પણ એક સમજદાર વ્યક્તિ નથી. તેમની પાસેથી સમજદારીભર્યા નિવેદનની આશા ન રાખી શકાય. તે એક બિનજવાબદાર નેતા છે.'

ફિરહાદ હકીમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધીને કહ્યુ, 'ના તો બૂથ કેપ્ચરિંગ અને ના સીતલકૂચીમાં કોઈ હુમલો થયો પરંતુ અમિત શાહની પોલિસે લઘુમતી સમાજને ડરાવવા માટે ગોળી ચલાવી દીધી. તે ચૂંટણી જીતવા માટે બંગાળનુ ધ્રુવીકરણ કરવા માંગે છે પરંતુ તે સફળ નહિ થાય. બંગાળના લોકો બુદ્ધિમાન છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X