નરેન્દ્ર મોદી ઇચ્છે તો AICCમાં ચા વેચવા આવી શકે છે: મણિશંકર ઐય્યર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 17 જાન્યુઆરી: લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખતાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)ની બેઠક શુક્રવારે યોજવવા જઇ રહી છે અને આ દરમિયાન આગામી ચૂંટણીને લઇને રાહુલ ગાંધીને કમાન સોંપવા અને પાર્ટીની રણનિતીને લઇને બધાની નજરો મંડાયેલી છે.

બીજી તરફ પાર્ટીએ ગુરૂવારે જાહેરાત કરી રાહુલ ગાંધીની ભૂમિકાને લઇને ગત કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળોને વિરામ આપી દિધો છે. રાહુલ ગાંધી એપ્રિલ મે મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નહી હોય પરંતુ તે પાર્ટીની ચૂંટણી અભિયાનની કમાન સંભાળાશે. પહેલાં એ વાતની ચર્ચાએ જોર પકડ્યું હતું કે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરશે.

mani-shankar-aiyar

આ દરમિયાન કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી 21મી સદીમાં તો વડાપ્રધાન બની નહી શકે. તેમને નરેન્દ્ર મોદી પર વ્યંગ કર્યો હતો કે નરેન્દ્ર મોદી ઇચ્છે તો અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીમાં ચા વેચવા આવી શકે છે.

કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરના આ વિવાદાસ્પદ નિવેદન પર હંગામો ઉશે તો નવાઇની વાત નથી. તે હંમેશાથી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા રહ્યાં છે. મણિશંકર ઐય્યરે કહ્યું હતું કે ભાજપની દેશના કેટલાક ભાગોમાં હાજરી નથી તો એવામાં નરેન્દ્ર મોદી કેવી રીતે વડાપ્રધાન બની શકે છે.

English summary
Hitting out against Narendra Modi, Congress leader Mani Shankar Aiyar on Friday rebuked his prime ministerial ambitions and said that Modi was welcome to sell tea at the ongoing All India Congress Committee (AICC) meet.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.