જો મોદી PM હોત તો, 5ના બદલામાં 500 પાકિસ્તાની સૈનિકોના માથા વાઢી દિધા હોત: રામદેવ

નવી દિલ્હી, 8 જુલાઇ: પાકિસ્તાનના હુમલામાં ભારતીય જવાનો શહીદ થયા બાદ ચોતરફ હુમલાઓનો સામનો કરી રહેલી યુપીએ સરકાર પર આ વખતે યોગ ગુરૂ બાબા રામદેવે નિશાન તાક્યું છે. તેમને કહ્યું હતું કે જો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન હોત તો તે અત્યાર સુધી 5ના બદલામાં પાકિસ્તાનના 500 સૈનોકોના માથા વાઢી દિધા હોત.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂંછ જિલ્લાના ચકન-દા-બાગ સેક્ટરમાં એલઓસી પર સોમવારે રાત્રે એક વાગે 20 પાકિસ્તાની સૈનિકોએ છ સભ્યોવાળી ટુકડી પર હુમલો કર્યો હતો અને એક જૂનિયર કમિશન્ડ અધિકારી સહિત ચાર જવાનોની હત્યા કરી દિધી હતી.

હુમાલા વિશે રક્ષા મંત્રી એકે એંટનીએ સંસદમાં જે નિવેદન આપ્યું તેના પર ભારે હંગામો મચ્યો હતો. તેમને કહ્યું હતું કે ભારતીય સૈનિકોની હત્યા પાકિસ્તાની વરદીમાં આવેલા 20 આતંકવાદીઓ કરી હતી. આ મુદ્દે વિપક્ષનું કહેવું છે કે રક્ષામંત્રીએ આમ કહીને પાકિસ્તાની સેના અને સરકારને ક્લીન ચીટ આપી દિધી છે.

narendra-modi

આ પહેલાં પણ રામદેવ વડાપ્રધાન મનમોહન સિંહની ક્ષમતા પર પ્રકાર કરી ચૂક્યાં છે. કેટલાક દિવસો પહેલાં તેમને કહ્યું હતું કે વડાપ્રધાનને કોઇએ હસતા જોયા નથી. એવું લાગે છે કે આખી રાત તેમની સાથે મારપીટ કરવામાં આવી હોય. તે કદાચ વિદેશી મહિલાના ડરથી હસતા નથી. રામદેવે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પોતાનું ખુલ્લું સમર્થન આપી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X