For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામિયા વિવાદ પર અમિત શાહઃ જો છાત્રો પત્થર ફેંકે તો પોલિસે એક્શન લેવી પડશે

જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના પરિસરમાં પોલિસ એક્શન પર સવાલ ઉઠવા લાગ્યા છે જેના પર દેશના ગૃહમંત્રી અમિત શાહનો જવાબ આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા કાયદા વિશે દિલ્લીના જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં જબરદસ્ત વિરોધ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ બસને આગ લગાવી દીધી. પોલિસે વાહન સળગાવી દીધા અને પત્થરબાજી કરી. જવાબમાં પોલિસે પણ અશ્રુ ગેસના ગોળા છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. વળી, જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના પરિસરમાં પોલિસ એક્શન પર સવાલ ઉઠવા લાગ્યા છે જેના પર દેશના ગૃહમંત્રી અમિત શાહનો જવાબ આવ્યો છે.

અમિત શાહે જામિયા હિંસા પર આપ્યા સવાલોના જવાબ

અમિત શાહે જામિયા હિંસા પર આપ્યા સવાલોના જવાબ

ન્યૂઝ ચેનલ આજતકના એક કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે જામિયા હિંસા પર સવાલોના જવાબ આપ્યા. જામિયા ઉપરાંત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થયેલ હિંસક પ્રદર્શન પર તેમણે કહ્યુ કે દેશની મોટાભાગની યુનિવર્સિટીમાં સ્થિતિ સામાન્ય છે. અમિત શાહે કહ્યુ કે ઘણા બધા છાત્રોએ નાગરિકતા એક્ટ સંપૂર્ણપણે વાંચ્યો નથી અને તેમને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે.

હિંસક પ્રદર્શન બાદ પોલિસે એક્શન લેવી પડશેઃ શાહ

હિંસક પ્રદર્શન બાદ પોલિસે એક્શન લેવી પડશેઃ શાહ

પોલિસની કાર્યવાહી પર ગૃહમંત્રીએ કહ્યુ કે જો છાત્રો પત્થરબાજીનો સહારો લે તો પોલિસ કાર્યવાહી કરવા માટે મજબૂર છે. શાહે કહ્યુ કે જો તેમને લાગતુ હોય કે કંઈક ખોટુ છે તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર પ્રદર્શનકારી છાત્રો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. શાહે કહ્યુ કે આ એક્ટ દ્વારા કોઈની નાગરિકતા નથી છીનવામાં આવી રહી, આ એક્ટ નાગરિકતા આપવા માટે છે.

આ પણ વાંચોઃ અમિત શાહ: NRC તો રાજીવ ગાંધી લઈને આવ્યા હતા, આજે સોનિયા ગાંધી વિરોધ કરી રહ્યા છેઆ પણ વાંચોઃ અમિત શાહ: NRC તો રાજીવ ગાંધી લઈને આવ્યા હતા, આજે સોનિયા ગાંધી વિરોધ કરી રહ્યા છે

કોઈની નાગરિકતા નથી છીનવાઈ રહીઃ શાહ

કોઈની નાગરિકતા નથી છીનવાઈ રહીઃ શાહ

દિલ્લી પોલિસના જામિયા મિલિયા ઈસ્લામિયાની લાઈબ્રેરીમાં દાખલ થવાના આરોપ પર તેમણે કહ્યુ કે જો કેમ્પસની અંદર પત્થરમારો થાય, આગ લગાવાય, બસો સળગાવવામાં આવે, કોઈની ગાડી સળગાવવામાં આવે તો પોલિસે કાર્યવાહી કરવી પડે છે. પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરવા માટે પોલિસ મજબૂર હતી. શાહે કહ્યુ કે જ્યારે હિંસા ફેલાવવામાં આવી રહી હોય તો તેને રોકવી પોલિસની પણ ફરજ છે અને ધર્મ પણ છે. શાહે કહ્યુ કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિ જળવાઈ રહે તો સરકારની પહેલી પ્રાથમિકતા છે અને આના માટે પોલિસને યોગ્ય નિર્દેશ આપવામાં આવ્યા છે.

English summary
If students pelt stones police will take action replies amit shah on jamia violence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X