For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે જો કોઈ આતંકી હુમલો થયો તો ફરીથી થશે એર સ્ટ્રાઈક

પાકિસ્તાનના બાલાકોટમાં ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ)ના હવાઈ હુમલા આગળ પણ ચાલુ રહેશે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના બાલાકોટમાં ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ)ના હવાઈ હુમલા આગળ પણ ચાલુ રહેશે. સરકાર સાથે જોડાયેલા સૂત્રો તરફથી કહેવામાં આવ્યુ છે કે હવે જો કોઈ પણ આતંકી હુમલો થયો તો પાકિસ્તાન સામે એક્શનના દરેક પ્રકારના વિકલ્પ ખુલ્લા છે. 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બાલાકોટમાં આઈએએફે એર સ્ટ્રાઈક કરી હતી. આ એર સ્ટ્રાઈક જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો હતી જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. એર સ્ટ્રાઈકમાં જૈશ એ મોહમ્મદના કેમ્પો પર હુમલો કરવામાં આવ્યો હતો.

હવે ચૂપ નહિ રહીએ, આપીશુ વળતો જવાબ

હવે ચૂપ નહિ રહીએ, આપીશુ વળતો જવાબ

સરકારના નજીકના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ, ‘હવે જો કોઈ પણ આતંકી હુમલો થયો તો સરકાર ચૂપ નહિ બેસે. સરકારની પાસે બધા વિકલ્પ ખુલ્લા છે.' સૂત્રો તરફથી જાણકારી આપવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યુ છે કે ભારતનું બધુ ધ્યાન હવે આતંકવાદ સામેની લડાઈ પર છે. વળી એ વાત પર પણ વધુ ધ્યાન આપવામાં નથી આવ્યુ જેમાં પાક તરફથી જમાત ઉદ દાવા (જેયુડી) અને ફલાહ એ ઈન્સાનિયલ (એફઆઈએફ) જેવા આતંકી સંગઠનો પર પ્રતિબંધ કરવાની વાત કહેવામાં આવી હતી.

હવે વાતો નહિ એક્શન પર જોર આપો

હવે વાતો નહિ એક્શન પર જોર આપો

ઈમરાન સરકારના સૂત્રો તરફથી કહેવામાં આવ્યુ છે કે આ પ્રકારની વાતો પૂર્વ પાક રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ પણ કરતા હતા જ્યારે તે વર્ષ 2004માં પાકની સત્તામાં આવ્યા હતા. સરકારની માનીએ તો જો આ નવુ પાકિસ્તાન છે જેમ પીએમ ઈમરાન કહે છે તો પછી તેમણે નવી વાતો કરવી પડશે, નવી રીતે એક્શન લેવી પડસે. સૂત્રો તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે ભારતની સ્થિતિ હવે એકદમ સ્પષ્ટ છે અને તે પોતાના દમ પર આતંકવાદનો સામનો કરશે. વળી, પાકિસ્તાન પર સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય દબાણ પર કરવામાં આવી રહ્યુ છે.

મોદી બોલ્યા ઘરમાં ઘૂસીને મારીશુ

મોદી બોલ્યા ઘરમાં ઘૂસીને મારીશુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે હવે પાકિસ્તાનમાં ઉછરી રહેલા આતંકવાદ સામે લડાઈ લાંબી ચાલશે. પીએમ મોદીએ સોમવારે એક રેલીમાં સ્પષ્ટ કરી દીધુ કે આતંકી ક્યાંય પણ છૂપાયા હોય, તેમને તેમના ઘરમાં ઘૂસીને મારવામાં આવશે. વળી ત્રણે સેનાઓના પ્રમુખો પણ કહી ચૂક્યા છે કે આતંકવાદ સામે યુદ્ધ દરેક પરિસ્થિતિમાં ચાલુ રહેશે અને બધી સેનાઓ શાંત નહિ બેસે. જૈશનો પ્રમુખ મૌલાના અઝહર છેલ્લા લગભગ 20 વર્ષોથી ભારત સામે આતંકી ષડયંત્રોને અંજામ આપી રહ્યો છે. અઝહરને વર્ષ 1999માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ આઈસી-814 ને હાઈજેક કર્યા બાદ છોડવામાં આવ્યો હતો.

સતત વધી રહ્યો છે તણાવ

સતત વધી રહ્યો છે તણાવ

14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ તણાવ વચ્ચે પાકિસ્તાન એરફોર્સ (પીએએફ) તરફથી પોતાના અધિકારીઓને કહેવામાં આવ્યુ છે કે ખતરો હજુ ટળ્યો નથી. દરેક પળ સચેત રહેવુ જરૂરી છે. 26 ફેબ્રુઆરીના રોજ ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ) તરફથી ખૈબર પખ્તુનખ્વાના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના કેમ્પો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ શીના બોરા મર્ડર કેસમાં CBI, 'ઈદ્રાણી મુખર્જીના લાઈ ડિટેક્ટર ટેસ્ટનો હવે કોઈ ફાયદો નહિ'આ પણ વાંચોઃ શીના બોરા મર્ડર કેસમાં CBI, 'ઈદ્રાણી મુખર્જીના લાઈ ડિટેક્ટર ટેસ્ટનો હવે કોઈ ફાયદો નહિ'

English summary
If there is another terrorist attack, all options are available to the government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X