ચીન અને જીએસટી મુદ્દે બોલીએ તો અમારુ માઈક બંધ કરી દેવાય છે-રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની આ યાત્રામાં રાહુલ ગાંધી વિવિધ રાજ્યોમાં લોકોને મળી રહ્યા છે.
કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની આ યાત્રામાં રાહુલ ગાંધી વિવિધ રાજ્યોમાં લોકોને મળી રહ્યા છે. રાહુલ ગાંધીની આગેવાની વાળી ભારત જોડો યાત્રા આ દિવસોમાં રાજસ્થાનમાં છે. આ દરમિયાન સતત બીજેપી પર પ્રહારો કરી રહ્યા છે. હાલમાં જ રાહુલ ગાંધીએ નોટબંધી અને ચીન મુદ્દે બીજેપી પર પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ બીજેપી પર પ્રહારો કરતા રહ્યું કે, જ્યારે અમે સંસદમાં નોટબંધી, જીએસટી કે ચીન પર બોલવા માંગીએ ત્યારે અમારું માઈક બંધ થઈ જાય છે, કેમેરા ક્યારેય ચાલુ થતા નથી. અહીં રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, લોકસભાના સ્પીકર રાજસ્થાનના છે, લોકસભા ટીવીને તેમનો ચહેરો વધુ પસંદ છે, તેઓ આખા 24 કલાક માત્ર તેમનો ચહેરો જ બતાવે છે.
અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીની આગેવાની વાળી ભારત જોડો યાત્રાને 91 દિવસ થયા છે અને હાલ રાજસ્થાનના કોટા પહોંચી છે. 2400 કિલોમીટર ફરી ચુકેલી ભારત જોડો યાત્રાની શરૂઆત 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી થઈ હતી. રાહુલ ગાંધી આ યાત્રા દ્વારા સતત લોકોને લોકશાહી બચાવવા માટે જાગૃત કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
