• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત બંધ સામાન્ય જનતા માટે હાનિકારક, ગર્ભવતી મહિલાઓએ રહેવુ ઘરની અંદર

કોંગ્રેસ તેમજ સહયોગી પક્ષોનું આ પ્રદર્શન સામાન્ય જનતાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે.
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે મહાત્મા ગાંધીની સમાધિ પર જઈને માથુ ટેકવ્યુ અને પછી ભારત બંધનું આહવાન કર્યુ. પરંતુ તે એ ભૂલી ગયા કે જે ગાંધીને તે નમન કરી રહ્યા છે. બંધ દરમિયાન પ્રદર્શન તેમની જ વિચારધારાની વિપરીત છે. એટલુ જ નહિ, ગગડતા રૂપિયા અને પેટ્રોલના વધતા ભાવો સામે કોંગ્રેસ તેમજ સહયોગી પક્ષોનું આ પ્રદર્શન સામાન્ય જનતાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે. અમે વિનંતી કરીએ છીએ કે ગર્ભવતી મહિલાઓએ આજે સાંજ સુધી ઘરની બહાર ન નીકળવુ. કારણકે પર્યાવરણમાં આજે એવો ઝેરીલો ગેસ હાજર છે જે ગર્ભમાં ઉછરતા બાળકને ભયાનક નુકશાન પહોંચાડી શકે છે.

સવારનો ફોટો

સવારનો ફોટો

ઝેરીલા ગેસ પર વાત કરતા પહેલા એક નજર એ ફોટા પર જે સવારે રાજઘાટથી આવી છે. રાહુલ ગાંધી અહી રાષ્ટ્રપિતાને નમન કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ તેમની જ વિચારધારાથી વિપરીત પ્રદર્શન આજે દેશભરન રસ્તાઓ પર જોવા મળી રહ્યુ છે.

આ પણ વાંચોઃપેટ્રોલ-ડીઝલ અને ખેડૂતો પર કંઈ નથી બોલતા પીએમ મોદીઃ રાહુલ ગાંધીઆ પણ વાંચોઃપેટ્રોલ-ડીઝલ અને ખેડૂતો પર કંઈ નથી બોલતા પીએમ મોદીઃ રાહુલ ગાંધી

કેટલા હાનિકારક છે આ સળગતા ટાયર

કેટલા હાનિકારક છે આ સળગતા ટાયર

હવે વાત એ સળગતા ટાયરની જે પ્રદર્શનકારીઓ દ્વારા વિરોધના રૂપમાં રસ્તા પર ઠેર ઠેર સળગાવવામાં આવે છે. દેશભરના રસ્તાઓની એ હાલત છે કે ઠેર ઠેર ટાયરો સળગી રહ્યા છે અને કાળો ધૂમાડો સમગ્ર વિસ્તારમાં છવાયેલો છે. હવે આ કાળા ધૂમાડામાં કયા કયા રસાયણો હોય છે એ પણ જાણવુ એટલુ જ જરૂરી છે. આ રસાયણો આ પ્રકારે છેઃ

 • સાયનાઈડ
 • કાર્બન મોનોક્સાઈડ
 • સલ્ફર ડાયઓક્સાઈડ
 • બ્યુટાડિન અને સટાઈરીનના ઉત્પાદનો
 • આ ઝેરીલા તત્વો માત્ર માણસોને નહિ પરંતુ આની નાની માત્રા પણ પર્યાવરણ માટે પણ એટલી જ હાનિકારક છે.

  સાયનાઈડ

  સાયનાઈડ

  આ ખૂબ જ ઝેરીલો પદાર્થ હોય છે. હવામાં હાજર સાયનાઈડ વચ્ચે જ્યારે તમે શ્વાસ લો છો તો તેનો સીધો પ્રભાવ ફેફસા અને હ્રદય પર પડે છે. શ્વાસોચ્છવાસ દરમિયાન આપણે જે ઓક્સિજન લઈએ છીએ તેમાં આ રાસાયણિક તત્વ પહોંચે છે અને આપણા શ્વસનતંત્ર અને હ્રદય પર ખરાબ અસર પહોંચાડે છે.

  કાર્બન મોનોક્સાઈડ

  કાર્બન મોનોક્સાઈડ

  આ સૌથી વધુ ઝેરીલા ગેસોમાંનો એક છે. જ્યારે તે હિમોગ્લોબિનમાં ભળે છે ત્યારે કાર્બોક્સિહિમોગ્લોબિન બનાવે છે. આ તે હિમોગ્લોબિનને જકડી લે છે જેમાં ઓક્સિજન હોય છે. અંતમાં શરીરના ટીશ્યુ સુધી ઓક્સિજન પહોંચાડવામાં અંતરાયો આવવા લાગે છે. આના ફળ સ્વરૂપ માથાનો દુખાવો, ઉલ્ટી, ચિડિયાપણુ અને નબળાઈ આવવા લાગે છે. નવજાત શિશુ આહાર લેવાનું બંધ કરી દે છે. જો આ ગેસની માત્રા વધારે થઈ તો તે હ્રદય અને શ્વસનતંત્રની કોશિકાઓને નષ્ટ કરી દે છે. એટલુ જ નહિ ગર્ભવતી મહિલાઓના ગર્ભમાં શિશુ પર તેની ખૂબ ખરાબ અસર પડે છે.

  સલ્ફર ડાયોક્સાઈડ

  સલ્ફર ડાયોક્સાઈડ

  સલ્ફર ડાયોક્સાઈડના શરીરમાં જવાથી હ્રદય અને ફેફસા પર ઘાતક પ્રભાવ પડે છે. જો કોઈ ગર્ભવતી મહિલા આની પકડમાં આવી જાય તો ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું મોત થઈ શકે છે. આ સૌથી મોટુ કારણ છે કે આવા પ્રદર્શનો દરમિયાન મહિલાઓએ બહાર ન નીકળવુ જોઈએ.

  બ્યુટાડિન અને સ્ટાઈરીનના ઉત્પાદન

  બ્યુટાડિન અને સ્ટાઈરીનના ઉત્પાદન

  બ્યુટાડિન અને સ્ટાઈરિનના રાસાયણિક ઉત્પાદનો સીધી રીતે માણસને મારતા નથી. પરંતુ તે શરીરની કોશિકાઓમાં જઈને બેસી જાય છે અને થોડા સમયમાં તેનો પ્રભાવ જોવા મળે છે. તેની વધુ માત્રા તંત્રિકા પર ઘાતક પ્રભાવ પડી શકે છે અને તેનાથી સ્વાદુપિંડનું કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે.

  શું કહે છે વૈજ્ઞાનિક

  શું કહે છે વૈજ્ઞાનિક

  વનઈન્ડિયા સાથે વાતચીતમાં પર્યાવરણ વિદ તેમજ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટોક્સિકોલોજી રિસર્ચ - સીએસઆઈઆરના પૂર્વ વૈજ્ઞાનિક ડૉ. સીમા જાવેદે કહ્યુ, ‘પ્રદર્શન દરમિયાન ટાયર સળગાવવા ખૂબ જ દુખદ છે. એક તરફ સરકાર હાનિકારક ગેસોનું ઉત્સર્જન રોકવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ આવા પ્રદર્શનો દરમિયાન ટાયર વગેરે સળગાવીને આની વિપરીત કાર્ય કરવામાં આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે ટાયર સળગતા નાઈટ્રોજનના ઓક્સાઈડ પણ ઉત્સર્જિત થાય છે જે ખૂબ જ વધુ હાનિકારક છે. હું વિનંતી કરુ છુ કે રાજકીય પક્ષો શાંતિપૂર્ણ પ્રદર્શન કરે.'

  આ પણ વાંચોઃભારત બંધઃ ‘આ સરકારને બદલવાનો સમય જલ્દી આવશે': મનમોહન સિંહઆ પણ વાંચોઃભારત બંધઃ ‘આ સરકારને બદલવાનો સમય જલ્દી આવશે': મનમોહન સિંહ

English summary
If you are the part of Bharat Bandh Protest then you must know this scary fact.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X