For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી 2 કલાકમાં આ શહેરોમાં આવી શકે છે આંધી-તોફાન, એલર્ટ અપાયુ

ભારતીય હવામાન વિભાગે કહ્યુ કે 2 કલાક દરમિયાન યુપીના મુઝફ્ફરનગર, એટા, ખુર્જા અને અમરોહામાં ભારે વરસાદની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય હવામાન વિભાગે કહ્યુ કે 2 કલાક દરમિયાન યુપીના મુઝફ્ફરનગર, એટા, ખુર્જા અને અમરોહામાં ભારે વરસાદની સંભાવના છે. આ પહેલા કાલે રાજધાની લખનઉ અને તેની આસપાસ ઉન્નાવ અને બારાબંકીમાં વરસાદ થયો છે જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે.

આ પણ વાંચોઃ આગ્રા એક્સપ્રેસ વે પર મુસાફરોથી ભરેલી બસ નાળામાં પડી, 29ના મોતઆ પણ વાંચોઃ આગ્રા એક્સપ્રેસ વે પર મુસાફરોથી ભરેલી બસ નાળામાં પડી, 29ના મોત

આ શહેરોમાં આવી શકે છે આંધી-તોફાન

આ શહેરોમાં આવી શકે છે આંધી-તોફાન

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પ્રયાગરાજ, સુલ્તાનપુર, જૌનપુર, પ્રતાપગઢ, આંબેડકર, અયોધ્યા, રાયબરેલી, અમેઠી, બારાબંકી, લખનઉ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે વરસાદની સંભવના છે. રવિવારથી પૂર્વી ઉત્તર પ્રદેશમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનેલુ છે અને આગામી ત્રણ-ચાર દિવસથી આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે.

ઉત્તરાખંડના 8 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના

ઉત્તરાખંડના 8 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના

જ્યારે આ પહેલા કાલે હવામાન વિભાગે ઉત્તરાખંડના 8 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 10 જુલાઈ સુધી પહેલેથી જ રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્ય હવામાન વિજ્ઞાન કેન્દ્રના નિર્દેશકે જણાવ્યુ કે આજે દહેરાદૂવ, ટિહરી, હરિદ્વાર, પૌડી ગઢવાલ, નૈનીતાલ, ચંપાવત, પિથૌરાગઢ અને ઉધમસિંહ નગરમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આ એલર્ટ બાદ શાસને આ બધા જિલ્લાધિકારીઓને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે.

આવુ રહેશે દિલ્લીની હવામાન

આવુ રહેશે દિલ્લીની હવામાન

જ્યારે દિલ્લીમાં રવિવારે આકાશમાં વાદળો છવાયેલા રહેવા અને હળવો વરસાદ હોવાના કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં લોકોને ભારે ગરમીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કાલે દિલ્લીનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ જ્યારે લઘુત્તમ તાપમાન 26.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ જે આ તાપમાનના સરેરાશથી એક ડિગ્રી ઓછુ રહ્યુ. જ્યારે આજે દિલ્લીમાં લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી જ્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી રહેવાની આશા છે. આ ઉપરાંત આકાશમાં વાદળ છવાયેલા રહેવાના અણસાર છે સાથે હળવા વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજસ્થાન માટે ચેતવણી

રાજસ્થાન માટે ચેતવણી

તમને જણાવી દઈએ કે આ પહેલા હવામાન વિભાગે રાજસ્થાન માટે ચેતવણી જાહેર કરી હતી. તેમણે કહ્યુ હતુ કે 24 કલાકો દરમિયાન રાજ્યના પૂર્વ ભાગોમાં અનેક સ્થળો તેમજ પશ્ચિમી ભાગોમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે જ્યારે અમુક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. આ સિલસિલો નવ જુલાઈ સુધી ચાલુ રહી શકે છે.

English summary
imd alert very heavy rain expeted in these cities of uttar pradesh in next 2 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X