For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડના 7 જિલ્લાઓ પર સંકટ, આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

દેશના ઘણા રાજ્યોમાં વરસાદે વિનાશ વેર્યો છે. સતત થઈ રહેલા વરસાદના કારણે નદીઓનું જળસ્તર વધી રહ્યુ છે અને ઘણા રાજ્યોમાં પૂર આવી ચૂક્યુ છે. ઉત્તરાખંડમાં પણ વરસાદના કારણે લોકોની હાલત ખરાબ છે. ચમોલી જિલ્લામાં નદીનું જળસ્તર વધ્યા બાદ પાણીની ચપેટમાં આવવાથી એક મકાન ધ્વસ્ત થઈ ગયુ. આ દરમિયાન હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે.

uttarakhand

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરાખંડના દહેરાદૂ, ટિહરી, પૌઢી, નૈનીતાલ, ચમૌલી, રુદ્રપ્રયાગ અને પિથૌરાગઢમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ થવાના અણસાર છે. સોમવારે પણ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદના સમાચાર આવ્યા છે. રાજ્યના હવામાન વિભાગ કેન્દ્રએ જિલ્લા પ્રશાસનને જરૂરી પગલા ઉઠાવવાની સલાહ આપી છે. કેદારનાથ હાઈવે અને ગંગોત્રી હાઈવે પર વાહનોને વૈકલ્પિક રસ્તાઓ પરથી પસાર કરાવવામાં આવી રહ્યા છે.

અમુક સ્થળોએ ભૂસ્ખલન અને મેદાની વિસ્તારોમાં પૂરનો ખતરો વધી શકે છે. હવામાન વિભાગે પર્વતીય વિસ્તારોમાં પ્રવાસ કરનારને સતર્ક રહેવા કહ્યુ છે. રાજ્ય સરકારને અધિકારીઓ સાથે સમન્વય બનાવવાની સલાહ પણ આપવામાં આવી છે. કેદારનાથ-બદરીનાથ હાઈવે ત્રીજા દિવસે પણ ચાલુ થઈ શક્યો નથી જ્યારે ગંગોત્રી હાઈવે ફરીથી રવિવારે બંધ થઈ ગયો.

જો કે બદ્રીનાથ માર્ગ પર લોકો લામબગડથી લગભગ એક કિમી સુધી પગપાળા જઈને બીજી તરફ પહોંચી રહ્યા છે. યમુનોત્રી હાઈવે પર પરિવહન ચાલુ છે. પ્રદેશમાં લગભગ 100 સંપર્ક માર્ગ અવરોધાયેલા છે. મોટાભાગની નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે જ્યારે અહીં પહાડીથી અટકી અટકીને કાટમાળ પડવાનો ક્રમ ચાલુ છે. ગંગોત્રી હાઈવે ચુંગીબડેથીમાં ફરીથી બંધ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ આ છે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનના એગ્રેસીવ વલણનું ખાસ કારણઆ પણ વાંચોઃ આ છે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનના એગ્રેસીવ વલણનું ખાસ કારણ

English summary
imd predicts heavy rainfall in several districts of uttarakhand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X