For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં થઈ શકે છે આફતનો વરસાદ, ગુજરાત-એમપીમાં રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને રેડ એલર્ટ જારી કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

સતત થઈ રહેલા વરસાદે મધ્ય પ્રદેશ અને ગુજરાતના હાલ બેહાલ કરી દીધા છે. વળી, દેશના બીજા રાજ્યોમાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને રેડ એલર્ટ જારી કર્યુ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ પૂર્વ રાજસ્થાનમાં પણ પૂર જેવી સ્થિતિ બની શકે છે.

આ વિસ્તારોમાં પણ થશે ભારે વરસાદ

આ વિસ્તારોમાં પણ થશે ભારે વરસાદ

જો કે આજે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાલયની આસપાસના વિસ્તારો, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, અસમ, મેઘાલય, તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. બિહાર, ઝારખંડ અને ઓડિશાના ઘણા વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. આ વિસ્તારમાં વિજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એવામાં લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ પુંછના મેંઢર સેક્ટરમાં પાકનુ ફાયરિંગ, સેનાનો જડબાતોડ જવાબઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ પુંછના મેંઢર સેક્ટરમાં પાકનુ ફાયરિંગ, સેનાનો જડબાતોડ જવાબ

દિલ્લીમાં આવુ રહેશે મોસમ

દિલ્લીમાં આવુ રહેશે મોસમ

દિલ્લી અને આસપાસના વિસ્તારોમાં કાલે ઘણા વિસ્તારોમાં કાલે સવારે હળવો વરસાદ થયો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી અને આસપાસના વિસ્તારોમાં આજે પણ હળવો વરસાદ થઈ શકે છે.

મધ્ય પ્રદેશના 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી

મધ્ય પ્રદેશના 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી

નીમચ, મંદસૌર, ઉજ્જૈન, રતલામ, શાજાપુર, આગર, રાજગઢ, ધાર, ઝાબુઆ અને અલીરાજપુરમાં બહુ ભારે વરસાદનુ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. વળી, દેવાસ, સીહોર, ઈન્દોર, અશોકનગર, મુરૈના, શ્યોપુર, ગુના, શિવપુરી, ખરગોન, બડવાની, ખંડવા અને બુરહાનપુર જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવનારા 24 કલાક સુધી વરસાદથી રાહતની કોઈ સંભાવના નથી.

English summary
Very Heavy Rain expected in Madhya Pradesh, uttarakhand and Gujarat in next 24 Hours says IMD, Red Alert in MP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X