For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત અને 13 પડોશી દેશો તરફ આગળ વધી રહ્યા છે 'અર્નબ' અને 'આગ' જેવા ચક્રવાતી તોફાન

કોરોના વાયરસ મહામારી વચ્ચે જ દેશ અને દુુનિયાના 13 દેશો પર હવામાનની મોટી આફત આવવાની છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ મહામારી વચ્ચે જ દેશ અને દુુનિયાના 13 દેશો પર હવામાનની મોટી આફત આવવાની છે. ભારત સહિત દુનિયાના 13 દેશો તરફ તોફાન પોતાની તીવ્ર ઝડપે આગળ વધી રહ્યુ છે. ભારતના હવામાન વિભાગ(આઈએમડી) તરફથી આ બધા તોફાનોના નામ જારી કરવામાં આવ્યા છે. આ ચક્રવાતી તોફાન હિંદ મહાસાગરના ઉત્તરથી આવી રહ્યા છે જેમાં બંગાળની ખાડી અને હિંદ મહાસાગર બંને ભાગો શામેલ છે. જે નામ જારી કર્યા છે તે બધા ઓછા રસપ્રદ નથી અને આમાં અરનબથી આગ અને વ્યોમ જેવા નામોને જગ્યા આપવામાં આવી છે.

બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર પણ આફત

બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર પણ આફત

દુનિયાભારમાં અત્યારે છ રીજનલ સ્પેશિયલાઈઝ્ડ મટિયોરોજીકલ સેન્ટર્સ (આરએસએમસી) અને પાંચ રીજનલ ટ્રૉપિકલ સાઈક્લોન વૉર્નિંગ સેન્ટર(ટીસીડબ્લ્યુસી)છે. આ સેન્ટર્સથી જ લોકોને સાવચેત કરવામાં આવે છે અને ચક્રવાતી તોફાનોના નામ જારી કરવામાં આવે છે. આઈએમડી છ આરએસએમસીનો ભાગ છે અને તેના તરફથી 13 સભ્ય દેશો માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આ દેશોમાં બાગ્લાદેશ, ભારત, ઈરાન, માલદીવ્ઝ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરબ, શ્રીલંકા, થાઈલેન્ડ અને યમન શામેલ છે. લિસ્ટમાં 13 દેશોમાં આવી રહેલ તોફાનો માટે 13 નામ શામેલ છે અને લિસ્ટમાં કુલ 169 નામ છે.

13 દેશો તોફાનને નામ

13 દેશો તોફાનને નામ

ભારત માટે જે નામ ચક્રવાતના નક્કી કરવામાં આવ્યા છે તે આ પ્રકારે છે - ગતિ, તેજ, મુરાસુ, આગ, વ્યોમ, ઝાર, પ્રોભાઓ, નીર, પ્રભંજન, ધુરની, અંબુદ, જલધી અને વેગ. જો તોફાન બાંગ્લાદેશમાં આવવાના છે તેમાંથી અમુકના નામ છે નિસર્ગ, બિપ્રાજૉય, અરનબ અને ઉપાકુલ. ટ્રૉપિકલ સાઈક્લોન એટલે કે તીવ્ર ચક્રવાત અલગ અલગ મહાસાગરોની સપાટીમાંથી પેદા થાય છે. તેમના નામ નિર્ધારિત કરવાની જવાબદારી ક્ષેત્ર સાથે જોડાયેલી આરએસએમસી અને ટીસીડલ્ય્યુસી પર હોય છે. ઉત્તરીય હિંદ મહાસાગર જેમાં બંગાળની ખાડી અને અરબ સાગર શામેલ છે. તેના માટે નામોને નિર્ધારણ કરવાની જવાબદારી દિલ્લી સ્થિત આરએસએમસી પર હોય છે.

ક્યારેય Q, U, X, Y અને Z અક્ષરવાળા નામ નહિ

ક્યારેય Q, U, X, Y અને Z અક્ષરવાળા નામ નહિ

આઈએમડીનુ કહેવુ છે કે એક સ્તરીય પ્રક્રિયા હેઠળ આ નામોને નિર્ધારિત કરવામાં આવે છે. દરેક દેશ અને દરેક ક્ષેત્રમાં આવતા તોફાનની સિઝન અલગ અલગ હોય છે અને તેમના નામાનુ નિર્ધારણ પણ એક રસપ્રદ પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે અમેરિકા અને પશ્ચિમના અમુક દેશોમાં તોફાન એપ્રિલથી નવેમ્બરની વચ્ચે આવે છે કારણકે આને એટલાન્ટિક હરીકેન સિઝન કહેવામાં આવે છે. તોફાન માટે ક્યારેય પણ Q, U, X, Y અને Z અક્ષરોથી શરૂ થતા નામોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

કેમ આપવામાં આવે છે તોફાનોને નામ

કેમ આપવામાં આવે છે તોફાનોને નામ

ડબ્લ્યુએમઓના જણા્યા મુજબ કોઈ પણ તોફાનને સંખ્યાના બદલે કોઈ નામથી યાદ રાખવા વધુ સરળ હોય છે. સાથે જ મીડિયામાં આવતા વૉર્નિંગ મેસેજ માટે નામ વધુ સરળ રહે છે. આ ઉપરંત કોઈ પણ તોફાનનુ નામ રાખવાથી જહાજો, તટીય વિસ્તારો અને આના પર નજર રાખતા સ્ટેશનોને પણ ઘણા ફાયદો મળે છે. જો કોઈ તોફાનનુ નામ હોય તો તેના વિશે માહિતી અદલાબદલી કરવામાં પણ સરળતા રહે છે. અમુક વિશેષજ્ઞોના મત મુજબ કોઈ તોફાનને નામ આપવાથી એ વિસ્તારના લોકો પોતાના બચાવની તૈયારીઓ કરી શકે છે.

આ પણ વાંચોઃ ટ્રાયલ સફળ રહી તો સપ્ટેમ્બર સુધી આવી જશે કોરોનાની વેક્સીન, જાણો શું હશે કિંમતઆ પણ વાંચોઃ ટ્રાયલ સફળ રહી તો સપ્ટેમ્બર સુધી આવી જશે કોરોનાની વેક્સીન, જાણો શું હશે કિંમત

English summary
IMD releases names of cyclones hitting to India and 13 other countries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X