For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IMD Updates: અંદમાન સાગર પાસ બની રહ્યુ છે એક સાઈક્લોનિક પ્રેશર, માછીમારોને દરિયામાં ન જવાની સૂચના

ભારતના ઘણા રાજ્યોમાં જ્યાં વરસાદ થવાના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે ત્યાં બીજી તરફ અંદમાન સાગરમાં એક સાઈક્લોનિક પ્રેશર બનતુ દેખાઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતના ઘણા રાજ્યોમાં જ્યાં વરસાદ થવાના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે ત્યાં બીજી તરફ અંદમાન સાગરમાં એક સાઈક્લોનિક પ્રેશર બનતુ દેખાઈ રહ્યુ છે. જેના કારણે એક ચક્રવાતની સંભાવના બનેલી છે. આ વિશે માહિતી આપતા આઈએમડી, ભુવનેશ્વરના વરિષ્ઠ નાગરિક ઉમાશંકર દાસે ANIને જણાવ્યુ કે, '6 મે આસપાસ દક્ષિણ અંદમાન સાગર પાસે એક લો પ્રેશર બની રહ્યુ છે કે જે નૉર્થ-વેસ્ટ તરફ મૂવ કરી શકે છે અને 48 કલાક બાદ એ વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.'

માછીમારોને સમુદ્રમાં ન જવાની સૂચના

માછીમારોને સમુદ્રમાં ન જવાની સૂચના

વધુમાં તેમણે જણાવ્યુ કે, 'હાલમાં અમારી નજર આના પર બનેલી છે, જો આ દબાણ ચક્રવાતી પરિસંચરણમાં ફેરવાયુ તો અંદમાન નિકોબાર અને તેની આસપાસના વિસ્તોરમાં ભારે વરસાદ થશે અને સમુદ્રમાં ઉંચી લહેરો ઉઠશે અને આ દરમિયાન 40-50 કિમી/કલાકની ઝડપથી 75 કિમી/કલાક સુધી પવનો ફૂંકાશે અને આના કારણે અમે માછીમારોને આવતા 48 કલાક સુધી સમુદ્રમાં ન જવાની સૂચના આપી છે. હાલમાં વિસ્તારમં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે.'

ઘણા રાજ્યોમાં વરસશે વાદળ

ઘણા રાજ્યોમાં વરસશે વાદળ

આજે દેશના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આનાથી દિલ્લી, એનસીઆર, પંજાબ, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, યુપી, બિહાર, એમપી, ઝારખંડ, છત્તીસગઢ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ થવાના અણસાર જોવા મળી રહ્યા છે.

સ્કાઈમેટે આ કહ્યુ

સ્કાઈમેટે આ કહ્યુ

વળી, હવામાનની માહિતી આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટે પણ દેશના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ થવાની વાત કહી છે. તેના જણાવ્યા મુજબ આવતા 24 કલાક દરમિયાન અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ, પૂર્વોત્તર ભારત, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, તમિલનાડુ, કેરળ, જમ્મુ કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢના અમુક ભાગો, આંતરિક કર્ણાટક, રાયલસીમા, તટીય કર્ણાટક અને તેલંગાનાના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

અમુક સ્થળોએ પડી શકે છે કરા

વળી, પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન, દિલ્લી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અમુક ભાગોમાં ધૂળ ભરેલી આંધી, ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાના અણસાર છે. આ રાજ્યોમાં જ્યારે વરસાદ થશે ત્યારે ખૂબ ઝડપી પવન ફૂંકાશે અને ક્યાંક-ક્યાંક કરા પણ પડી શકે છે અને વિજળી પણ પડી શકે છે.

English summary
IMD Update: Expecting a low-pressure area to be formed in South Andaman sea around May 6th, fishermen don't go to sea said IMD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X