કોલસા મંત્રાલયમાંથી કોલ બ્લોક ફાળવણીની ફાઇલો થઇ ગુમ

એક રાષ્ટ્રીય અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ ખુલાસો કોલસા ગોટાળાની તપાસ માટે રચવામાં આવેલી સર્ચ કમિટીની બેઠકમાં થયો હતો. ખુલાસા અનુસાર વર્ષ 1993થી 2005ની વચ્ચે કોલ બ્લોક ફાળવણીની 45 ફાઇલોની કોઇ માહિતી નથી. તેમાંથી 157 ફાઇલો ખાનગી કંપનીઓને કરવામાં આવેલા કોલસા બ્લોક ફાળવણી અંગેની છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કોંગ્રેસ સાંસદ વિજય દર્ડાની ભલામણના દસ્તાવેજો પણ ગાયબ થઇ ગયા છે. બાંદેર બ્લોક માટે દર્ડાની ભલામણને પીએમઓએ જ આગળ વધાર્યા હતા. આ પહેલા પણ પાંચ ફાઇલો ગાયબ થવાના અહેવાલ હતા. આ ભલામણને આધારે એ એમ આર આયરન એન્ડ સ્ટીલ લિમિટેડને બાંદેર બ્લોકને આપવામાં આવ્યો હતો. સમાચાર પત્રના જણાવ્યા અનુસાર એ 157 ખાનગી કંપનીઓના રેકોર્ડ પણ ગાયબ છે, જેમણે ફાળવણી માટે ટેન્ડર ભર્યું હતું પણ તે મંજૂર નથી થયું.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકારે સર્ચ કમિટીની રચના કરી હતી. હવે સર્ચ કમિટીને તપાસ કરવા માટે અનેક મહત્વની ફાઇલો મળી રહી નથી. આ સાથે એવો ખુલાસો પણ થયો છે કે સ્ક્રીનિંગ કમિટીની બેઠકની મિનિટ્સ પણ ગુમ થઇ ગઇ છે. કોલસા બ્લોક ફાળવણીથી જોડાયેલી ફાઇલોના ગુમ થઇ જવા અંગે ભાજપે ચિંતા વ્યક્ત કરી છે. આ સમગ્ર મામલે તેમણે નિશાન સાધ્યું છે. ભાજપના નેતા પ્રકાશ જાવડેકરના જણાવ્યા અનુસાર પીએમઓ સાથે સંબંધ હોવાથી ફાઇલો ગાયબ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
