For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન સીમા વિવાદ વિશે આજે થઈ શકે મહત્વની બેઠક, લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશની સ્થિતિ પર ચર્ચા

ચીન સીમા વિવાદને લઈને આજે એક મહત્વની બેઠક થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લદ્દાખમાં છેલ્લા ચાર મહિનાથી એલએસી પર વિવાદ ચાલુ છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ પાસેની સીમાઓ પર પણ ચીનની ગતિવિધિઓ વધી રહી છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ચીન સીમા પર નવી ચાલ ચાલવાની ફિરાકમાં છે. આને જોતા ભારતીય સેના અને દેશના મોટા રાજકીય નેતાઓએ કમર કસી લીધી છે. એવામાં ચીન સીમા વિવાદને લઈને આજે એક મહત્વની બેઠક થઈ શકે છે.

ચીની ગતિવિધિઓને લઈને આજે મહત્વની બેઠક

ચીની ગતિવિધિઓને લઈને આજે મહત્વની બેઠક

ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યુ કે સીમા પર ચીની ગતિવિધિઓને લઈને આજે મહત્વની બેઠક થશે જેમાં મોટા રાજકીય નેતાઓ અને સેનાના મોટા અધિકારી શામેલ થશે. આ બેઠકમાં લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીની સ્થિતિ પર વિસ્તારથી ચર્ચા થશે જેમાં ડોકલામ અને ભૂટાનમાં ચીની ગતિવિધિઓ પણ શામેલ છે.

સમજૂતી પર થઈ રહેલ વિલંબ પર પણ થશે ચર્ચા

સમજૂતી પર થઈ રહેલ વિલંબ પર પણ થશે ચર્ચા

હાલમાં જ રશિયામાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતાના ચીની સમકક્ષ સાથે વાત કરી હતી. ત્યારબાદ કોર કમાંડર લેવલની બેઠક પર સંમતિ થઈ, તેમાં થઈ રહેલા વિલંબ પર પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. કોર કમાંડરની બેઠક એટલા માટે મહત્વની છે કારણકે છેલ્લા પાંચ તબક્કાની વાતચીત નિષ્ફળ રહી કારણકે તેમાં કોઈ ઠોસ પરિણામ નીકળી શક્યા નહિ.

ભારતીય સેનાએ ઉડાવી ઉંઘ

ભારતીય સેનાએ ઉડાવી ઉંઘ

તમને જણાવી દઈએ કે હાલમાં ચીન ભારતીય સેનાની ગતિવિધિઓથી ઘણુ પરેશાન છે. ભારતીય સેના પીછેહટ કરવાના બદલે ચીની ઘૂસણખોરીનો જડબાતોડ જવાબ આપી રહી છે. હાલમાં જ ચીની સૈનિકોએ પેંગોંગ ઝીલ પાસે એલએસીનુ ઉલ્લંઘન કરવાની કોશિશ કરી હતી જેના પર ભારતીય સેનાએ તેને પાછા ખસેડી દીધુ હતુ. આ ઉપરાંત ઘણી ઉંચી ચોટીઓ પર ભારતનો કબ્જો છે જ્યાંથી આપણી સેના ચીની સેનાની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ ભારતે લદ્દાખમાં 45 હજારથી વધુ જવાનોની તૈનાતી કરી છે.

24 કલાક પીવાનુ પાણી આપનાર દેશનુ પહેલુ શહેર બનશે ગાંધીનગર24 કલાક પીવાનુ પાણી આપનાર દેશનુ પહેલુ શહેર બનશે ગાંધીનગર

English summary
Important meeting on china LAC situation between top political and army officer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X