For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અદાણી મુદ્દે SEBIનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

અદાણીની પડતી હવે હવે આખરે સેબીનું નિવેદન સામે આવ્યુ છે. સેબીએ તમામ પરિસ્થિતીને નીપટવા તૈયાર હોવાનું જણાવ્યુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : હિડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી છે. એક તરફ શેર બજારમાં મોટુ ધોવાણ અને બીજી તરફ વિવિધ સંસ્થાઓએ કાર્યવાહી શરૂ કરી છે ત્યારે સેબીનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. હવે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે, પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ મોનિટરિંગ વ્યવસ્થા છે.

adani

ભારતમાં શેરબજારનું નિયમન કરતી સંસ્થા સેબીએ કહ્યું છે કે, અમે બજાર સાથે કોઈપણ પ્રકારની ગડબડ નહીં થવા દઈએ. બજારમાં નિષ્પક્ષતા, કાર્યક્ષમતા અને સાઉન્ડ ફંડામેન્ટલ્સ જાળવવા માટે પ્રતિબદ્ધ છીએ. સેબીએ આગળ જણાવ્યુ કે,સેન્સેક્સ અને નિફ્ટી દ્વારા પ્રતિનિધિત્વ કરતા ભારતીય નાણાકીય બજારે સતત સ્થિરતા દર્શાવી છે અને તેને પારદર્શક, ન્યાયી અને કાર્યક્ષમ રીતે કાર્ય કરવાનું ચાલુ રાખ્યુ છે.

નિવેદનમાં અદાણી જૂથનું નામ લીધા વિના સેબીએ જણાવ્યું કે, છેલ્લા અઠવાડિયા દરમિયાન ટ્રેડિંગ ગ્રુપના શેરમાં અસામાન્ય અસ્થિરતા જોવા મળી છે. SEBI પાસે માર્કેટમાં સરળ અને કાર્યક્ષમ કામગીરી માટે ચોક્કસ શેરોમાં ભારે અસ્થિરતાનો સામનો કરવા માટે તમામ મોનિટરિંગ મિકેનિઝમ છે.

અહીં તમને જણાવી દઈએ કે, અમેરિકાની ફોરેન્સિક ફાઈનાન્શિયલ કંપની હિંડનબર્ગના રિસર્ચ રિપોર્ટે અદાણીના મુળ હલાવી દીધા છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, અદાણી જૂથે મોટા પાયે ગેરરીતિઓ અને છેતરપિંડી કરી છે.

English summary
Important statement of SEBI on Adani issue, know what it said?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X