For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્રપ્રદેશમાં ડો.આંબેડકરની પ્રતિમાને તોડી, પોલીસે નોંધ્યો કેસ

આંધ્રપ્રદેશમાં ડોક્ટર બી.આર. આંબેડકરની પ્રતિમા સાથે તોડફોડનો મામલો સામે આવ્યો છે. આ ઘટના અહીંના પૂર્વ ગોદાવરી જિલ્લાના રજોલે મંડળમાં સ્થિત કટારનીપાડુ ગામની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક અજ

|
Google Oneindia Gujarati News

આંધ્રપ્રદેશમાં ડોક્ટર બી.આર. આંબેડકરની પ્રતિમા સાથે તોડફોડનો મામલો સામે આવ્યો છે. આ ઘટના અહીંના પૂર્વ ગોદાવરી જિલ્લાના રજોલે મંડળમાં સ્થિત કટારનીપાડુ ગામની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક અજાણ્યા તોફાની તત્વોએ ગામમાં સ્થાપિત બીઆર આંબેડકરની પ્રતિમાની તોડફોડ કરી છે. જેનો ફોટો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસનું કહેવું છે કે તેઓએ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

B. R. Ambedkar

અગાઉ મધ્યપ્રદેશ શિવપુરીથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં પણ બંધારણના સર્જક ડૉ.બી.આર. આંબેડકરની મૂર્તિની સાથે કોઈએ તોડફોડ કરી હતી. આ ઘટના જિલ્લાના ખોડના બરેલા ચોકડી પર બની હતી. તે જ સમયે, પોલીસે જણાવ્યું હતું કે આ પુતળા થોડા દિવસો પહેલા જ રાતોરાત સ્થાપિત કરાયા હતા.

પોલીસે જણાવ્યું કે કેટલાક લોકોએ રાત્રે પ્રતિમાં ઉભી કરી હતી. બાદમાં કેટલાક અજાણ્યા લોકોએ પ્રતિમાની તોડફોડ કરી હતી. જો કે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તમને જણાવી દઈએ કે, ડો.બી.આર. આંબેડકરે તેમના જીવનકાળમાં દલિતો માટે ઘણું કામ કર્યું હતું.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ફરિથી મંદીર ખોલવા માટે ભાજપનું આંદોલન, પોલીસે કાર્યકરોને કર્યા ગિરફ્તાર

English summary
In Andhra Pradesh, the statue of Dr. Ambedkar was smashed, police registered a case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X