અરૂણાચલ પ્રદેશમાં 11 દાગી ઉમેદવાર અજમાવશે પોતાની કિસ્મત

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

આસામ, 7 એપ્રિલ: આગામી બે દિવસો બાદ 9 એપ્રિલના રોજ અરૂણાચલ પ્રદેશમાં લોકસભા 2014 માટે આમ પ્રજા વોટ આપવા માટે ઘરમાંથી બહાર નીકળશે. આખા પ્રદેશમાં કુલ 152 ઉમેદવાર પોતાની કિસ્મત અજમાવવા માટે મેદાનમાં ઉતરી રહ્યાં છે. જેમાંથી 11 ઉમેદવારો પહેલાંથી જાહેર છે જેમાંથી 9 ઉપર વિભિન્ન ગુનાઓ માટે ગંભીર કેસ દાખલ છે. દેશનું ભવિષ્ય નક્કી કરનારાઓમાં આ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે.

લોકસભા ચૂંટણી 2014થી લગભગ એક મહિના પહેલાં ચૂંટણી કમિશને આચાર સંહિતાને લાગૂ કરી બધી આપરાધિક પ્રવૃત્તિઓને અટકાવવાનો પુરો પ્રયત્ન કરે છે પરંતુ ચૂંટણી કમિશન એ વાત પર કોઇ નિર્ણય લેતું નથી કે એક હત્યાનો આરોપી સામાન્ય ચૂંટણી માટે ઉમેદવાર બને છે. આંકડાઓનો ઇતિહાસ ખંગાળીતાં ખબર પડે છે કે સૌથી વધુ દાગી સાંસદ અને ધારાસભ્ય કોંગ્રેસ તથા ભાજપ બંને મોટી પાર્ટીઓમાં છે. આ દાગી ઉમેદવાર ફક્ત ઉભા રહેવાનું સાહસ જ નથી કરતા પરંતુ જીતીને દેશની કમાન પણ સંભાળે છે અને ભ્રષ્ટાચારની પરાકાષ્ઠાને પણ પાર કરે છે.

lok-sabha-election-whom-to-vote

અરૂણાચલ પ્રદેશમાં આ વખતે ફક્ત 4 મહિલા ઉમેદવારો જ ચૂંટણી લડી રહી છે. કુલ 152 ઉમેદવારોમાંથી લગભગ 87 લોકો સ્નાતક પાસ છે તો અન્ય 65 ઉમેદવાર દસનો આંકડો પણ પાર કરી શક્યા નથી. 27 ઉમેદવારો તો એવા છે જેમણે પાનકાર્ડ માટે હજુ સુધી અરજી પણ કરી નથી અને તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. આ પ્રકારે 2 ઉમેદવાર આઇટીઆર સુધી ફાઇલ કર્યા નથી.

English summary
Total 152 candidates are standing up in Arunachal pradesh. In this 11 candidates are involved in illegal activities n 27 candidates did not filed for PAN card.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X