બ્લેક & વ્હાઇટમાં સાથે જોવા મળ્યા કમલ હસન અને રજનીકાંત

Written By:
Subscribe to Oneindia News

તમિલનાડુના રાજકારણમાં ફરી એકવાર ખલબલી ઊભી થઇ છે. તમિલ ફિલ્મોના બે સુપરસ્ટાર એક સાથે જોવા મળ્યા હતા. આ કારણે ચર્ચાનું બજાર ગરમ થયું છે. થોડા સમય પહેલાં જ સુપરસ્ટાર રજનીકાંતે રાજકારણમાં આવવાનો નિર્ણય લીધો હતો અને સાથે જ પોતાના નવા પક્ષની રચના કરી તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી હતી. એ પહેલાં કમલ હસન પણ રાજકારણમાં જોડાવાની જાહેરાત કરી ચૂક્યા છે અને રજનીકાંતના નિર્ણય બાદ કમલ હસને તેમને આવકાર્યા પણ હતા. હવે આ બંનેને સાથે જોઇને લોકો ઊંચા-નીચા થાય એ સ્વભાવિક છે.

rajnikanth

સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હસન મલેશિયાના એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેએ સાથે એક હેલિકોપ્ટરમાં મુસાફરી કરી હતી અને મંચ પર પણ સાથે જોવા મળ્યા હતા. તેમની તસવીરો સોશ્યલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઇ રહી છે. મલેશિયામાં એક સ્ટાર નાઇટમાં બંને સુપરસ્ટાર પહોંચ્યા હતા, જ્યાં કમલ હસન સફેદ રંગના કપડામાં અને રજનીકાંત કાળા રંગના કપડામાં જોવા મળ્યા હતા. આ એક ચેરિટેબલ પ્રોગ્રામ હતો, પરંતુ રજનીકાંતના રાજકારણમાં પ્રવેશ બાદ આ પહેલીવાર બંને સાથે જોવા મળ્યા હતા. આથી હવે તમિલનાડુના રાજનેતાઓને ડર છે કે, આ બંને ક્યાંક સાથે ના થઇ જાય.

rajnikanth
English summary
In scenes that appeared straight out of a Tamil blockbuster, superstars Rajinikanth and Kamal Haasan flew in together to the national stadium in Malaysian capital Kuala Lumpur in a chopper on Saturday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.