For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરમાં હવે આતંકવાદીઓના નિશાના પર મીડિયા, હિટ લિસ્ટ જારી કર્યુ!

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનું જોર ફરીથી વધી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. જમ્મી કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ આતંકીના પેટમાં તેલ રેડાયુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનું જોર ફરીથી વધી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. જમ્મી કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ આતંકીના પેટમાં તેલ રેડાયુ છે. પહેલા નાગરીકોની હત્યા અને હવે મીડિયાને નિશાન બનાવવા માટે હિટ લિસ્ટ જારી કર્યુ છે.

kashmir

મળતી વિગતો અનુસાર, આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા આ લિસ્ટ જારી કરાયું છે. આ લિસ્ટને લઈને હવે પત્રકારોમાં ગભરાટનો માહોલ છે. આ હિટ લિસ્ટમાં કાશ્મીર ખીણના પત્રકારો અને અખબારના માલિકોના નામ છે. આ લિસ્ટને બ્લેકલિસ્ટેડ બ્લોગ અને મેસેજિંગ પ્લેટફોર્મ, ટેલિગ્રામ અને વોટ્સએપમાં પ્રસારિત કરાઈ છે. આ તમામ પાકિસ્તાનથી ઓપરેટ થાય છે.

જમ્મુ કાશ્મીર પોલીસ અનુસાર, આતંકવાદી સંગઠન કાશ્મીર ફાઈટની મીડિયા વિંગે 24 જેટલા પત્રકારો પર સુરક્ષા દળોના બાતમીદાર હોવાનો આરોપ લગાવ્યો છે. આ લિસ્ટમાં સ્થાનિક અખબારોના બે સંપાદકો, એક સ્થાનિક વેબ-ટીવી સંપાદક અને રિપોર્ટર અને ફોટો-જર્નાલિસ્ટનો સમાવેશ થાય છે. ધમકીના કારણે શ્રીનગરમાં ત્રણ સ્થાનિક અખબારોમાં કાર્યરત પાંચ પત્રકારોએ રાજીનામા આપ્યા છે.

પોલીસ મુજબ, આ ધમકી માટે કથિત રીતે TRF જવાબદાર છે. આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ એફઆઈઆર નોંધ્યા બાદ તપાસ કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર, એક ડઝન શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને TRF અને તેની મીડિયા વિંગ સાથેના તેમના કથિત જોડાણ અંગે પૂછપરછ કરી રહી છે.

આ ધમકીને લઈને શ્રીનગરમાં મીડિયા ગૃહોમાં કામ કરતા પત્રકારોએ તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર રાજીનામા પોસ્ટ કર્યા હતા. હાલ પોલીસે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સાથે સંકળાયેલા અજાણ્યા આતંકવાદીઓ અને હેન્ડલર્સ વિરુદ્ધ FIR દાખલ કરી છે.

English summary
In Kashmir, now the media on the target of terrorists, issued a hit list!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X