કોરોનાથી 24 કલાકમાં 507ના મોત, 18653 નવા કેસ મળ્યા

દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે અલગ અલગ રાજ્યોમાં 507 લોકોનો મોત થયા છે.

દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે અલગ અલગ રાજ્યોમાં 507 લોકોનો મોત થયા છે જ્યારે 18,653 નવા કેસ સામે આવ્યા છે. આ નવા આંકડા સાથે દેશમાં કોરોના વાયરસના પૉઝિટીવ કેસ વધીને 5,85,493 થઈ ગયા છે. વળી, મૃતકોની સંખ્યા પણ 17,400 સુધી પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના 3,47,979 દર્દી રિકવર થઈ ગયા છે ત્યારબાદ સક્રિય કેસ 2,20,114 બચ્યા છે.

corona

વળી, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ ટેસ્ટિંગના આંકડાઓની માહિતી આપીને જણાવ્યુ કે 30 જૂન 2020 સુધી દેશમાં કોરોના વાયરસના 86,26,585 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યા છે જેમાંથી 2,17,931 સેમ્પલ ટેસ્ટ છેલ્લા 24 કલાકમાં કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X