For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP વચ્ચે સીટોનો ફોર્મ્યુલા નક્કી, આટલી સીટ પર બંને દળ લડશે

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP વચ્ચે સીટોનો ફોર્મ્યુલા નક્કી, આટલી સીટ પર બંને દળ લડશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ તૈયારી તેજ કરી દીધી છે. જેને ધ્યાનમાં લઈ બને દળોએ ગઠબંધન મુજબ સીટ શેરિંગનો ફોર્મ્યુલા પણ નક્કી કરવાનું એલાન કરી દીધું છે. જાણકારી મુજબ મહારાષ્ટ્રમાં આ વખતે બંને પાર્ટીઓ 125-125 સીટો પર ચૂંટણી લડશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટ છે. એવામાં બાકી બચેલ 38 સીટો બંને દળે અન્ય નાની સહયોગી પાર્ટીઓ માટે છોડી દીધી છે.

કોંગ્રેસ-એનસીપી 125-125 સીટ પર લડશે

કોંગ્રેસ-એનસીપી 125-125 સીટ પર લડશે

એનસીપીના અધ્યક્ષ શરદ પવારે કોંગ્રેસ-એનસીપી ગઠબંધનના સીટ શેરિંગ ફોર્મ્યુલાની જાણકારી આપી છે. સોમવારે નાસિકમાં તેમણે આ વાતની જાણકારી આપતા કહ્યું કે તેમની પાર્ટી અને કોંગ્રેસ આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 125-125 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે. શરદ પવારે એ પણ એલાન કર્યું કે આ વખતે ચૂંટણીમાં નવા ચેહરાઓને મોકો આપશે. સાથે જ કેટલીક સીટો કોંગ્રેસ સાથે પણ બદલવામાં આવી શકે છે.

શરદ પવારે સીટ શેરિંગ ફોર્મ્યુલાનો ખુલાસો કર્યો

શરદ પવારે સીટ શેરિંગ ફોર્મ્યુલાનો ખુલાસો કર્યો

શરદ પવારે 10 સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ચર્ચા કરી હતી. શરદ પવારે જણાવ્યું કે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન અંતર્ગત સીટ વહેંચણીને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે. આ વખતે ગઠબંધનના ફોર્મ્યુલા અંતર્ગત 38 સીટ અન્ય સહયોગી દળો માટે છોડવામાં આવશે. બીજી તરફ કોંગ્રેસ તરફતી મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે બંને દળ આ વખતે ગઠબંધનમાં ચૂંટણી લડશે. સીટની વહેંચણીનું એલાન જલદી જ કરી દેવામાં આવશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે બંને પાર્ટીઓ મળીને શિવસેના-ભાજપ ગઠબંધન વિરુદ્ધ મજબૂત દાવેદારી રજૂ કરશે.

2014 ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપી એકલા હાથે લડી

2014 ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપી એકલા હાથે લડી

જણાવી દઈએ કે 2014ના મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી એકલા ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તે સમયે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સીટ વહેંચણી પર સહમતિ નહોતી બની શકી જે બાદ પવારની પાર્ટીએ 15 વર્ષ જૂના ગઠબંધનને તોડી મૂક્યું હતું. તે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 42 સીટો પર જીત નોંધાવી હતી, જ્યારે એનસીપીએ 41 સીટ જીતી હતી. તે સમયે ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ 122 સીટ જીતી હતી.

રેપ અને પૉક્સો કેસોને જલ્દી ઉકેલવા માટે સરકાર ઉઠાવી રહી છે આ પગલારેપ અને પૉક્સો કેસોને જલ્દી ઉકેલવા માટે સરકાર ઉઠાવી રહી છે આ પગલા

English summary
In Maharashtra, the Congress-NCP will decide on the formula of seats, both parties will fight on 125 seat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X