For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેરઠઃ શહીદોના અંતિમ સંસ્કારમાં જૂતાં પહેરી પહોંચ્યા કેન્દ્રીય મંત્રી, મચ્યો હંગામો

શહીદોના અંતિમ સંસ્કારમાં જૂતાં પહેરી મંત્ર પહોંચતાં હંગામો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પુલવામામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં મેરઠના જવાન અજય કુમાર શહીદ થયા હતા. શહીદ અજય કુમારના પાર્થિવ દેહને જ્યારે ગામડે લાવવામાં આવ્યો, ત્યારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મંગળવારે અજય કુમારના અંતિમ સંસ્કાર ગાઝિયાબાદના નિવાડીમાં કરવામાં આવ્યા. શહીદ જવાનના અંતિમ સંસ્કારમાં કેટલાય મંત્રી અને નેતાઓ હાજર હતા પરંતુ આ બછાની વચ્ચે કંઈક એવું થયું કે સ્થાનિક લોકો કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહ સામે ગુસ્સે થઈ ગયા.

જૂતાં પહેરી પહોંચ્યા ભાજપના મંત્રી

જૂતાં પહેરી પહોંચ્યા ભાજપના મંત્રી

શહીદ જવાનના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય મંત્ી સત્યપાલ સિંહ ઉપરાંત યોગી કેબિનેટના મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ, ભાજપના સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ અને ભાજપના વિનીત શારદા સહિત કેટલાય નેતા હજર હતા. આ દરમિયાન સત્યપાલ કેટલીય વાર હંસતા જોવા મળ્યા, આ બધા નેતા અંતિમ સંસ્કાર સ્થળે જૂતાં પહેરીને પહોંચ્યા હતા જેને સ્થાનિકોએ વાંધાજનક ગણાવ્યું. જૂતાં પહેરીને બેઠેલા નેતાઓને જોઈ ગ્રામીણ લોકો ભડકી ઉઠ્યા હતા અને હંગામો મચાવવા લાગ્યા ત્યારે જઈ નેતાએ પોતાના જૂતાં ઉતાર્યાં. ઉપરાંત સત્યપાલના હંસવાથી પણ કેટલાક લોકો નારાજ હતા.

હંસી રહ્ય હતા કેન્દ્રીય મંત્રી

આ ઘટનાનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ હ્યો છે. સમગ્ર પ્રકરણમાં ભાજપના નેતાઓની કિરકિરી થઈ રહી છે. અગાઉ પણ પુલવામા હુમલામાં શહીદ અજીત કુમાર આઝાદની શવ યાત્રામાં ભાજપના સાંસદ હસતા જોવા મળ્યા હતા, સાક્ષી મહારાજ બકાયદા હાથ હલાવીને લોકોનું અભિવાદન કરતા જોવા મળી હ્યા હતા જેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી લોકોએ ભાજપના સાંસદને ખરાખોટી સંભળાવી હતી.

પુલવામા એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા મેરઠના અજય કુમાર

પુલવામા એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા મેરઠના અજય કુમાર

આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી હેલ અભિયાનમાં મેરઠના બસી ટીંકરી ગામના જવાન અજય કુમાર શહીદ થઈ ગયા હતા. તેમના દોઢ વર્ષના દીકરા આરવાએ મંગળવારે જેવી પોતાના પિતાને મુખાગ્નિ આપી, હજારો આંખ નમ થઈ ગઈ હતી. અંતિમ સંસ્કારમાં ભારે માનવ મહેરામણ ઉમટ્યું હતું અને આ દ્રષ્ય જોઈ કોઈની પણ આંખમાં આસું આવી જાય તેમ હતું. આ દરમિયાન અજય કુમાર અમર રહેના નારા ગુંજી રહ્યા હતા. અજય કુમાર 8 વર્ષ પહેલા સેનામાં ભરતી થયા હતા અને થોડા મહિના પહેલા જ તેમનું પોસ્ટિંગ જમ્મુ અને કાશ્મીરમાં થયું હતું. તેઓ 55 રાષ્ટ્રીય રાઈફલ્સના જવાન હતા.

પુલવામા આતંકી હુમલાને ડોનાલ્ડ ટ્રમ્પે ગણાવ્યો ભયાનકપુલવામા આતંકી હુમલાને ડોનાલ્ડ ટ્રમ્પે ગણાવ્યો ભયાનક

English summary
In a rather embarrassing situation, Satyapal Singh during meerut martyr ajay kumar last rite
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X