For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાવાઈરસના ખતરા વચ્ચે ડાઉ જોન્સ ધડામ, ટ્રેડિંગ રોકવામાં આવ્યું

કોરોનાવાઈરસના ખતરા વચ્ચે ડાઉ જોન્સ ધડામ, ટ્રેડિંગ રોકવામાં આવ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દુનિયાભરમાં જીવલેણ કોરોનાવાઈરસનું સંક્રમણ તેજીથી વધી રહ્યું છે. આ વાયરસના કારણે લોકોનું જનજીવન જ ઠપ્પ નથી થયું બલકે વિશ્વભરની અર્થવ્યવસ્થા પણ ઠપ થઈ ગઈ છે. કોરોનાવાઈરસના ખતરાની વચ્ચે ડાઉ જોન્સમાં જબરદસ્ત ગિરાવટ નોંધાઈ છે. ડાઉ જોન્સમાં રેકોર્ડ 2250 અંકો એટલે કે 9.7 ટકાની ગિરાવટ નોંધાઈ છે. જેવી રીતે અમેરિકાની અર્થવ્યવસ્થા કોરોનાવાઈરસના કારણે ઠપ પડી છે તેની સીધી અસર ડાઉ જોન્સ પર જોવા મળી રહી છે. રેકોર્ડ ગિરાવટને જોતા હાલ ડાઉ જોન્સમાં ટ્રેડિંગ રોકી દેવામાં આવ્યું છે.

share market

જ્યારે બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જનો પ્રમુખ ઈંડેક્સ સેંસેક્સ 2713.14 અંક એટલે કે 7.96 ટકાની ગિરાવટ બાદ 31390.07 પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 765.10 અંક એટલે કે 7.69 ટકાની ગિરાવટ સાથે 9190.10ના સ્તરે બંધ થયો છે. શેર બજાર પણ રેડ સિગ્નલ સાથે ખુલ્યું હતુ. જ્યાં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો પ્રમુખ ઈંડેક્સ સેંસેક્સ 1591.80 અંક એટલે કે 4.67 ટકાની ગિરાવટ સાથે 3111.68ના સ્તર પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 446.85ના અંક એટલે કે 4.49 ટકાની ગિરાવટ સાથે 9508.35ના સ્તર પર ખુલ્યો.

સવારે 9.35 વાગ્યાના આંકડાને જોતા ગિરાવટ સાથે ખુલ્યા બાદ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો પ્રમુખ ઈંડેક્સ સેંસેક્સ 2179.73 અંક એટલે કે 6.39 ટકાની ગિરાવટ સાથે કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટૉક એખ્સચેન્જનો નિફ્ટી 547.85 અંક એટલે કે 5.50 ટકાની ગિરાવટ સાથે કારોબાર કરી રહ્યો હતો રૂપિયાની વાત કરીએ તો તે પણ ગિરાવટ સાથે ખુલ્યો. ડૉલરના મુકાબલે આજે રૂપિયો 15 પૈસાની ગિરાવટ બાદ 74.06ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે શુક્રવારે ડૉલરના મુકાબલે રૂપિયો 73.91ના સ્તર પર બંધ થયો હતો. આવા હાલ માત્ર ભારતીય શેર બજારના જ નથી બલકે દુનિયાભરના બજારના છે. કોરોનાવાઈરસ (Covid-19)ને કારણે આખી દુનિયાનો કારોબાર પ્રભાવિત થઈ રહ્યો છે.

Covid19: 7 વર્ષ પહેલા જ આ શખ્સે જણાવી દીધું હતું- આવી રહ્યો છે કોરોનાવાઈરસCovid19: 7 વર્ષ પહેલા જ આ શખ્સે જણાવી દીધું હતું- આવી રહ્યો છે કોરોનાવાઈરસ

English summary
In the wake of the coronavirus threat, the Dow Jones falls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X