For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીએ સરકારમાં છે 'મૌની બાબા ઔર 90 ચોર'! : યશવંત સિન્હા

|
Google Oneindia Gujarati News

yashwant sinha
નવી દિલ્હી, 6 મે: કોલસા ગોટાળાને લઇને એકવાર ફરી વિપક્ષના નિશાના પર છે કે કેન્દ્રની યુપીએ સરકાર. સીબીઆઇના સોગંદનામાને લઇને બીજેપીના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ યુપીએને નિશાના પર લઇ મનમોહન સિંહ પર સીધો પ્રહાર કરતા જણાવ્યું કે 'બિલ્કૂલ સાફ છે કે સરકાર પહેલા ભ્રષ્ટાચાર કરે છે પછી તેને છૂપાવવાની કોશિશ કરે છે.'

તેમણે પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને તેમના મંત્રીમંડળની તૂલના અલીબાબાની વાર્તા સાથે કરી નાખ્યો. યશવંત સિન્હાએ જણાવ્યું કે 'આપણે અલી બાબા અને 40 ચોરની તો વાર્તા સાંભળી હતી પરંતુ હું મારી સામે 'એક મૌનીબાબા અને 90 ચોરની વાર્તા જોઇ રહ્યો છું.'

જોકે યશવંત સિન્હા સીબીઆઇના એ સોગંધનામા પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા જેમાં તપાસ એજન્સીએ માન્યું છે કે કોલસા કૌભાંડની સ્ટેટસ રિપોર્ટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને સીબીઆઇના નિર્દેશકે જણાવ્યું કે કાનૂનમંત્રી અને પીએમઓના અધિકારીઓના કહેવા પર ડ્રાફ્ટ રિપોર્ટમાં ફેરફાર કર્યો હતો. સીબીઆઇ નિર્દેશ રંજીત સિન્હાએ સુપ્રીમ કોર્ટમાં 9 પાનાનું સોગંદનામુ રજૂ કર્યું હતું.

યશવંત સિન્હાએ કહ્યું કે 'સરકાર ગમે તે કહે, પરંતુ આજે આ સોગંદનામાથી બિલકૂલ સ્પષ્ઠ થઇ ગયુ છે કે પીએમ અને કાનૂનમંત્રીના કહેવા પર સીબીઆઇ રિપોર્ટમાં પરિવર્તન કરવામાં આવ્યો. જેના કારણે રિપોર્ટ નબળો થઇ ગયો.'

જ્યારે સરકારના મંત્રી આ મુદ્દા પર કંઇપણ કહેવાથી પાછીપાની કરી રહ્યા છે. વિદેશમંત્રી સલમાન ખુર્શીદે જણાવ્યું કે કેસ હજી કોર્ટમાં ચાલી રહ્યો છે માટે તેની પર કંઇપણ ટિપ્પણી કરીશ નહી. જ્યારે સૂચના પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ પણ આ જ દલિલ આપીને નિવેદન આપવાનો ઇનકાર કર્યો.

English summary
I am watching the story of 'Maunibaba aur 90 chor' in front of me, said Yashawant sinha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X