For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં એક સાથે 25,000 હોમગાર્ડ બેરોજગાર બન્યા

ઉત્તરપ્રદેશમાં એક સાથે 25 હજાર હોમગાર્ડ્સને રજા આપવામાં આવી છે. આ હોમગાર્ડ્સને રાજ્યના કાયદો અને વ્યવસ્થાને સુવ્યવસ્થિત રીતે ચાલુ રાખવા માટે ગોઠવવામાં આવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશમાં એક સાથે 25 હજાર હોમગાર્ડ્સને રજા આપવામાં આવી છે. આ હોમગાર્ડ્સને રાજ્યના કાયદો અને વ્યવસ્થાને સુવ્યવસ્થિત રીતે ચાલુ રાખવા માટે ગોઠવવામાં આવ્યા હતા. આ તમામ હોમગાર્ડ્સને પોલીસ વિભાગના બજેટથી ગોઠવવામાં આવ્યા હતા, પરંતુ હવે પોલીસ વિભાગે આ હોમગાર્ડ્સની સેવાઓ લેવાનો ઇનકાર કરી દીધો છે. આ અંગે એડીજી પોલીસ હેડ કવાર્ટર બીપી જોગણદાદે આ આદેશ જારી કરીને આ અંગેની માહિતી આપી છે.

homeguards

એડીજી ઘ્વારા આદેશ આપવામાં આવ્યો

એડીજી દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાએ 25,000 હોમગાર્ડઝ તૈનાત કરવામાં આવ્યા હતા. 28 ઓગસ્ટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આ હોમગાર્ડ્સની ફરજ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે, શુક્રવારે પોલીસ હેડક્વાર્ટર પ્રયાગરાજ દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ હોમગાર્ડ્સની તહેનાતતા તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે.

32 ટકા હોમગાર્ડની જગ્યા ઓછી થઇ

એટલું જ નહીં, પોલીસ સ્ટેશનો પર 32 ટકા હોમગાર્ડની સંખ્યા ઘટાડવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. એટલે કે, આશરે 40 હજાર હોમગાર્ડ્સની કુલ નોકરીઓનો અંત આવ્યો છે. વળી, હોમગાર્ડ્સ કે જેઓ 25 દિવસની ડ્યુટી મેળવતા હતા, હવે તેમને માત્ર 15 દિવસની ફરજ મળશે. આપને જણાવી દઈએ કે હોમગાર્ડઝને પોલીસ કર્મચારીઓ જેટલો જ પગાર મળે છે. હોમગાર્ડ્સને એક દિવસનું ભથ્થું 500 રૂપિયા આપવામાં આવતું હતું, પરંતુ કોર્ટના આદેશ બાદ તેમને પણ 672 રૂપિયા ભથ્થું આપવામાં આવ્યું હતું. કોર્ટના નિર્ણય પછી, જિલ્લાનું બજેટ પ્રભાવિત થયું હતું, એવું માનવામાં આવે છે કે તેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

15 દિવસની જ ડ્યુટી મળશે

મળતી માહિતી મુજબ, રાજ્યમાં હોમગાર્ડઝની કુલ 1.18 લાખ પોસ્ટ્સ છે. જેમાં કુલ 19 હજાર જગ્યાઓ ખાલી છે. કુલ 99 હજારમાંથી 92 હજાર હોમગાર્ડ્સ દર 25 દિવસે ડ્યુટી મેળવતા હતા. પરંતુ હોમગાર્ડ્સ માટે ઓછા બજેટ હોવાને કારણે 25 હજાર હોમગાર્ડ્સને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોમગાર્ડ્સ કે જેઓ 25 દિવસ ડ્યુટી મેળવતા હતા હવે રોટેશન હેઠળ 15 દિવસની ડ્યુટી મેળવશે. એટલે કે, આશરે 40 હજાર હોમગાર્ડ્સની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: હરિયાણામાં પીએમ મોદીએ કોંગ્રેસને પૂછ્યું- આખરે તમને 370 આટલું બધું કેમ પસંદ છે

English summary
In Uttar Pradesh, 25,000 homeguards simultaneously lost their jobs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X