વીડિયો: યુપીમાં પત્રકારની જાનવરની જેમ પીટાઈ, મોઢામાં પેશાબ કર્યો
ઉત્તરપ્રદેશમાં પત્રકારો સાથે ગેરવર્તણૂક કરવાનો મામલો અટકી નથી રહ્યો. લેટેસ્ટ મામલો શામલી જિલ્લાનો છે
ઉત્તરપ્રદેશમાં પત્રકારો સાથે ગેરવર્તણૂક કરવાનો મામલો અટકી નથી રહ્યો. લેટેસ્ટ મામલો શામલી જિલ્લાનો છે, જ્યાં માલગાડીને પાટાથી ઉતરી જવાની ખબર કવર કરવા માટે ગયેલા પત્રકારની જીઆરપી જવાનોએ જાનવરોની જેમ પીટાઈ કરી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેને યુપી પોલીસની પોલ ખોલી નાખી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જીઆરપી જવાન પત્રકારને લાતો અને મુક્કાથી મારી રહ્યા છે.

આ ઘટના વિશે પીડિત પત્રકાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ શામલીના ધીમનપુરામાં માલગાડી પાટાથી ઉતરી જવાની ખબરને તેઓ કવર કરવા માટે ગયા હતા. પરંતુ સાદા કપડામાં જીઆરપી જવાનોએ તેની સાથે ખુબ જ ખરાબ રીતે મારપીટ કરી. એટલું જ નહીં પરંતુ જીઆરપી જવાને તેનો કેમેરો ફેંકી દીધો, જયારે મેં મારો કેમેરો ઉઠાવ્યો ત્યારે તેમને મને ફરી મારવાનું ચાલુ કરી દીધું અને મને ગાળો પણ આપી. મને કેદ કરી લેવામાં આવ્યો, મારા કપડાં ફાડી નાખવામાં આવ્યા અને તે લોકોએ મારા મોઢા પર પેશાબ પણ કર્યો.
#WATCH Shamli: GRP personnel thrash a journalist who was covering the goods train derailment near Dhimanpura tonight. He says, "They were in plain clothes. One hit my camera&it fell down. When I picked it up they hit&abused me. I was locked up, stripped&they urinated in my mouth" pic.twitter.com/nS4hiyFF1G
— ANI UP (@ANINewsUP) June 11, 2019
આપને જણાવી દઈએ કે આ પહેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ ટવિટ કરવાને કારણે યુપી પોલીસે એક પત્રકારની ધરપકડ કરી હતી અને તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારપછી આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો, જ્યાં કોર્ટે યુપી પોલીસને ફટકાર લગાવતા પત્રકારને આઝાદ કરવાનો નિર્દેશ આપ્યો કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પત્રકાર કોઈ હત્યારો નથી કે જેને તમે જેલમાં પુરી દીધો છે. આખરે કઈ કાનૂનની ધારા હેઠળ તેને જેલમાં પુરવામાં આવ્યો છે, તેને તરત આઝાદ કરવામાં આવે.
આ પણ વાંચો: ગુજરાત: સરકારી બસમાં કંડક્ટરનો વૃદ્ધને થપ્પડ મારતો વીડિયો વાયરલ












Click it and Unblock the Notifications
