For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, હાલ આટલી છે ડેમની સપાટી!

ગુજરાતમાં વરસાદ ખેંચાયા બાદ હવે વરસાદ નોંધાઈ રહ્યો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે. ગુજરાત સહિત ભારતમાં પણ સારો વરસાદ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં વરસાદ ખેંચાયા બાદ હવે વરસાદ નોંધાઈ રહ્યો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે. ગુજરાત સહિત ભારતમાં પણ સારો વરસાદ છે. નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવરના ઉપરવાસમાં સારો વરસાદ નોંધાતા હવે ગુજરાત માથેથી સંકટ ટળતુ દેખાઈ રહ્યું છે. સરદાર સરોવરના ઉપરવાસમાં સારો વરસાદ નોંધાતા લાંબા સમય બાદ ડેમની સપાટી વધી રહી છે.

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

સરદાર સરોવર ગુજરાતની જીવાદોરી છે ત્યારે નર્મદાની સપાટી વધે એ ગુજરાતના ખેડુતો માટે સારા સમાચાર છે. સરદાર સરોવર ડેમની વાત કરીએ તો હાલની સપાટી 116.6 મીટર છે અને દર 12 કલાકે 21 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાં સારો વરસાદ થતા ડેમમાં હાલ 8993 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં પાણીના સ્ટોરેજની વાત કરીએ તો ડેમમાં હાલ 4408.09 મિલિયન ક્યૂબિક મીટર પાણીનો જથ્થો છે.

ઉપરવાસમાં વરસાદ થતા સપાટી વધી

ઉપરવાસમાં વરસાદ થતા સપાટી વધી

એક તરફ સરદાર સરોવરના ઉપરવાસમાં વરસાદ અને ગુજરાતમાં પણ વરસાદ નોંધાતા હવે ખેડુતો માટે બેવડા આનંદની ઘડી છે. સતત વરસાદ ખેંચાતા રાજ્યમાં પાક મુરજાવા લાગ્યા હતા ત્યારે હવે વરસાદ થતા પાકને જીવનદાન મળ્યુ છે, બીજી તરફ નર્મદાની સપાટીમાં થઈ રહેલો વધારો ગુજરાતનો ઉનાળો સુધારશે.

ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદ

ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદ

રાજ્યમાં વરસાદની વાત કરીએ તો મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ રાજ્યમા સારા વરસાદની આગાહી પણ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેસરના કારણે ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં સારો વરસાદ વર્ષી રહ્યો છે.

English summary
Increase in the surface of Sardar Sarovar Dam, this is the surface of the dam at present!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X