For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India China Face Off: તવાંગમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઝડપ પર ભારતીય સેનાનુ અધિકૃત નિવેદન

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અરુણાચલ પ્રદેશના તવાંગમાં એલએસી પર થયેલી ઝડપ પર ભારતીય સેનાએ અધિકૃત નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

India China Face Off: અરુણાચલ પ્રદેશના તવાંગમાં સ્થિત એલએસી પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી ઝડપ પર ભારતીય સેનાએ અધિકૃત નિવેદન આપ્યુ છે. ભારતીય સેનાએ આપેલી માહિતી મુજબ બંને દેશોની સેના વચ્ચે 9 ડિસેમ્બરની સવારે અથડામણ થઈ છે. જેમાં બંને દેશોના જવાનોને હળવી ઈજાઓ થઈ છે. અહેવાલો મુજબ આ ઝડપમાં ભારતના 8 જવાન ઘાયલ થયા છે જ્યારે ચીનના લગભગ 30 જવાન ઘાયલ થયા છે. ભારતના ઘાયલ જવાનોને ગુવાહાટીની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, સૈનિકોની સંખ્યાને લઈને ભારતીય સેના તરફથી કંઈ કહેવામાં આવ્યુ નથી.

india-china

ભારતીય સેના તરફથી અધિકૃત નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યુ છે કે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં LACના કેટલાક વિસ્તારોમાં બંને દેશોની પેટ્રોલિંગ પાર્ટી તેમના દાવાવાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. વર્ષ 2006થી બંને દેશના સૈનિકોની આ પરંપરા રહી છે. 9 ડિસેમ્બર 2022ના રોજ, PLA સૈનિકો તવાંગ સેક્ટરની નજીક આવ્યા, જેનો આપણી સેનાના જવાનોએ દૃઢતા અને નિશ્ચય સાથે સામનો કર્યો. આ દરમિયાન બંને પક્ષના સૈનિકોને સામાન્ય ઈજા થઈ છે. બંને પક્ષો તરત જ તે વિસ્તારથી દૂર ગયા. ઘટના બાદ અમારા એરિયા કમાન્ડરે ચીની આર્મી કમાન્ડર સાથે ફ્લેગ મીટિંગ કરી હતી અને આ મુદ્દા પર ચર્ચા કરી હતી જેથી કરીને સ્થિતિ ફરી સામાન્ય થઈ શકે.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ સામે આવી હોય. આ પહેલા ગયા વર્ષે પણ આ જ વિસ્તારમાં બંને દેશોના સૈનિકો વચ્ચે તણાવના સમાચાર આવ્યા હતા. ગલવાનમાં બંને દેશના સૈનિકોની અથડામણ થઈ હતી. ગલવાનમાં લગભગ 40 ચીની સૈનિકો માર્યા ગયા હતા. જો કે ચીને તેનો ઇનકાર કર્યો હતો અને હુમલાના ઘણા મહિનાઓ બાદ સ્વીકાર કર્યો હતો કે ગલવાન હિંસામાં માત્ર 4 ચીની સૈનિકો માર્યા ગયા હતા.

English summary
India China Face Off: Indian Army official statement over the issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X