ભારત-ચીન વચ્ચે તણાવ યથાવત, આખા LAC પર તૈનાત કરાયા સૈનિક
ચીનની કોઈ પણ હરકતનો જવાબ આપવા માટે ભારતે આખા એલએસી પર સેનાને તૈનાત કરી દીધી છે.
ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી પર તણાવ સતત વધી રહ્યો છે. જે રીતે 15 જૂને ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ખૂની અથડામણ થઈ અને તેમાં ભારતમાં 20 જવાન વીરગતિ પામ્યા તે બાદ ભારત કોઈ પણ પ્રકારની ઢીલ રાખવાના મૂડમાં નથી. ભારત નથી ઈચ્છતુ કે એલએસી પર ચીન કોઈ પણ એવી હરકત કરે જેના કારણે ભારતને નુકશાન થાય, માટે ચીનની કોઈ પણ હરકતનો જવાબ આપવા માટે ભારતે આખા એલએસી પર સેનાને તૈનાત કરી દીધી છે. માહિતી અનુસાર ભારતે 3488 કિલોમીટર લાંબી આખી એલએસી પર સૈનિકોને તૈનાત કરી દીધા છે.

બંને દેશોએ એલએસી પર વધારી ક્ષમતા
એલએસી પર ભારત અને ચીન બંનેએ એર બેઝ પર પૂરી ક્ષમતાને વધારી દીધી છે. સાથે વાયુસેનાને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. જો કે 15 જૂનના હિંસક ટકરાવ બાદ લેટેસ્ટ અથડામણના કોઈ સમાચાર સામે આવ્યા નથી. એક ભારતીય સેનાના અધિકારીએ જણાવ્યુ કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સતત પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કરી રહી છે. પીએલએના જવાબમાં ઝિંગજેંગ અને તિબ્બત ક્ષેત્રમાં ભારતની સેનાની સ્થિતિને વધારી દેવામાં આવી છે. સાથે જ બંને દેશોની વાયસેા સતત એકબીજા પર નજર રાખી રહી છે અને સર્વિલાંસ કરી રહી છે.

સેનાને ખુલ્લા નિર્દેશ
એક અધિકારીએ જણાવ્યુ કે ભારતીય સેનાના કમાંડર્સને નિર્દેશ આપવામાં આવ્યા છે કે જો પીએલએની ટ્રૂપ ગલવાન નાળાને પસાર કરે અને ભારતીય પેટ્રોલ પોસ્ટ 14 પર હુમલો કરે તો તે તેમને જવાબ આપી શકે છે. તમને જણાવી દઈએ કે 16 જૂન બાદથી અહીંની સ્થિતિ સતત તણાવપૂર્ણ છે. બંને દેશની સેનાઓ 6 જૂને થયેલ સમજૂતીને હાલમાં નથી માની રહી જેમાં પોતાની સંમતિથી બંને દેશની સેનાઓ અહીંથી પીછેહટ કરશે અને સૈનિકોની તૈનાતીને ઘટાડવામાં આવશે.

ચીનનો પ્રોપગાન્ડા
વરિષ્ઠ ભારતીય રાજનાયિકે કહ્યુ કે સ્થિતિ અમુક હદ સુધી જરૂર સામાન્ય થઈ છે પરંતુ જે રીતે ચીને ગલવાન ઘાટી પર પોતાની સ્થિતિ વ્યક્ત કરી છે તે બાદ સૈનિકોને પાછા લેવાની સમજૂતી હાલમાં અમલ થતો નથી દેખાઈ રહ્યો. ઉલ્લેખનીય છે કે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે ગલવાન ઘાટી પર ચીનનો અધિકાર છે જેનો ભારતે કડક વિરોધ કરીને વાંધો દર્શાવ્યો હતો.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
