For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે વિદેશોમાંથી મેડિકલ ઑક્સિજન મંગાવશે મોદી સરકાર, કોરોના પ્રભાવિત આ 12 રાજ્યોને આપવામાં આવશે સૌથી પહેલા

મેડિકલ ઑક્સિજન અને રેમડેસિવિર ઈંજેક્શનની અછતને દૂર કરવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોટુ પગલુ લેવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોનાની બીજી લહેરે ભારતમાં આરોગ્ય વિભાગની કમર તોડી દીધી છે. દેશભરમાં કોરોના પીડિત દર્દીઓ માટે મેડિકલ ઑક્સિજન અને રેમડેસિવિર ઈંજેક્શન માટે મારામારી ચાલી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં લગભગ દરેક રાજ્યોમાંથી ઑક્સિજનની અછતની સમાચારો સામે આવ્યા છે. મેડિકલ ઑક્સિજન અને રેમડેસિવિર ઈંજેક્શનની અછતને દૂર કરવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોટુ પગલુ લેવાનો નિર્ણય કર્યો છે. માહિતી મુજબ ઑક્સજનની કમીને પૂરી કરવા માટે કેન્દ્ર સરકાર હવે વિદેશોમાથી 50 હજાર મેટ્રિક ટન મેડિકલ ઑક્સિજન મંગાવવાની છે. આના માટે કેન્દ્ર સરકાર જલ્દી ટેન્ડર જાહેર કરવાની છે. કેન્દ્ર સરકારે ગુરુવારે(15 એપ્રિલ) આ અંગે માહિતી આપી છે. દેશમાં કોરોના પ્રભાવિત 12 રાજ્યોને આ મેડિકલ ઑક્સિજન સૌથી પહેલા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

oxygen

આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે આ ઑક્સિજન સૌથી પહેલા એ 12 રાજ્યોને આપવામાં આવશે જે સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત છે. આરોગ્ય મંત્રાલયે કહ્યુ છે કે આ આદેશને ગૃહ મંત્રાલય દ્વારા અધિસૂચિત કરવામાં આવશે. ઑક્સિજનની વધુ જરૂરિયાતવાળા રાજ્ય મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, એમપી, દિલ્લી, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને ગુજરાત જેવા રાજ્યોને પહેલા આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે કોરોના પીડિત દર્દીઓના ઈલાજ માટે ઑક્સિજન બહુ વધુ જરૂરી છે. જે કોરોના દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમના ઈલાજ માટે મેડિકલ ઑક્સિજન જ એકમાત્ર સહારો છે. કોવિડ-19 પ્રભાવિત 12 રાજ્યોમાં મેડિકલ ઑક્સિજનની માંગ ઝડપથી વધી રહી છે. મહારાષ્ટ્રમાં આ માંગ રાજ્યની ઉપલબ્ધ ઉત્પાદન ક્ષમતા કરતા ઘણી વધુ છે. મધ્ય પ્રદેશમાં ઑક્સિજનની માંગને પૂરી કરવા માટે કોઈ ઉત્પાદન ક્ષમતા નથી. અન્ય ઑક્સિજન ઉત્પાદક રાજ્યો જેવા કે ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાનમાં પણ ઑક્સિજનની માંગ વધી રહી છે.

ગુરુવારે સરકારની મહત્વની બેઠક બાદ કહેવામાં આવ્યુ છે કે 4880 મેટ્રિક ટન, 5619 મેટ્રિક ટન અને 6593 મેટ્રિક ટન ઑક્સિજન 12 કોરોના પ્રભાવિત રાજ્યોને 20, 25 અને 30 એપ્રિલ સુધી આપી દેવામાં આવશે. સૂત્રોએ કહ્યુ કે સુનિશ્ચિત પુરવઠા માટે સરકારી આદેશ દ્વારા અધિસૂચિત કરવામાં આવશે.

રેમડેસિવિર ન મળે તો ગભરાશો નહિ, તેના વિના પણ ઈલાજ સંભવરેમડેસિવિર ન મળે તો ગભરાશો નહિ, તેના વિના પણ ઈલાજ સંભવ

English summary
India import medical oxygen amid coronavirus surge, 12 states will recive first.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X