ડોકલામ વિવાદ: દરેક પરિસ્થિતિ સામે લડવા માટે ભારતીય સેના તૈયાર

Posted By:
Subscribe to Oneindia News

ભારતના રક્ષામંત્રી નિર્મલા સીતારમણ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભારત ડોકલામ હાલત પર નજર રાખી રહ્યું છે અને ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર છે. રક્ષામંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભારત તેની સીમાઓનો સુરક્ષા માટે ચીન તરફથી આવતા દરેક પડકારનો સામનો કરી શકે છે. ભારતના રક્ષામંત્રી નિર્મલા સીતારમણ નું નિવેદન ત્યારપછી આવ્યું જયારે ચીનમાં હાજર ભારતના રાજદૂત ગૌતમ બામ્બાવલે ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ચીન સીમા પર પરિસ્થિતિ બદલવાની કોશિશ કરશે તો તેનો અંઝામ સારો નહીં આવે.

દરેક પરિસ્થિતિ સામે લડવા માટે ભારતીય સેના તૈયાર

દરેક પરિસ્થિતિ સામે લડવા માટે ભારતીય સેના તૈયાર

ભારતના રક્ષામંત્રી નિર્મલા સીતારમણ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભારત ડોકલામ પર કોઈ પણ પરિસ્થિતિ માટે એલર્ટ છે. નિર્મલા સીતારમણ મુજબ ભારત પોતાની અખંડિતતા જાળવવા માટે તત્પર છે. જે કાર્યક્રમ માં રક્ષામંત્રી ઘ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું તેમાં સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ હાજર હતા.

ભારત અને ચીનની સેના

ભારત અને ચીનની સેના

આપણે જણાવી દઈએ કે ગયા વર્ષે જૂનમાં ભારત અને ચીનની સેના લગભગ 73 દિવસ સુધી ડોકલામ માં સામસામે હતી. ઓગસ્ટ માં આ વિવાદ પૂરો થયો. પરંતુ ભારતીય સેના હજુ પણ ત્યાં જ છે. ડોકલામ માં ચીન ઘ્વારા રોડ, હેલિપેડ સાથે બીજું બધું પણ બનાવીને પોતાનું જોર લગાવી દીધું.

ફરી થશે ડોકલામ વિવાદ

ફરી થશે ડોકલામ વિવાદ

ચીનમાં હાજર ભારતના રાજદૂત ગૌતમ બામ્બાવલે ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ચીન સીમા પર પરિસ્થિતિ બદલવાની કોશિશ કરશે તો તેનો અંઝામ સારો નહીં આવે. સરહદી વિસ્તારમાં નિર્માણ કરતા પહેલા ચીન ભારતને જાણ કરે. એવું માનવામાં આવે છે કે ચીન ચંબુ વેલીમાં પોતાની પકડ મજબૂત બનાવવા માટે ડોકલામ પર કબ્જો કરવાની તૈયારીમાં છે. સૂત્રો અનુસાર ચીને અહીં 1.3 કિલોમીટર લાંબા રોડનું પણ નિર્માણ કરી નાખ્યું છે.

English summary
Defence Minister Nirmala Sitharaman has said that India was ready for any unforeseen situation in Doklam and will maintain its territorial integrity.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.